Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

First Rank in the Quiz competition at Saurashtra University Yuvak Mahotsav 2026

12/10/2026
Rajkot

યુવક મહોત્સવ અંતર્ગત યોજાયેલી પ્રતિષ્ઠિત ક્વિઝ સ્પર્ધામાં કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ સામાન્ય જ્ઞાન અને ત્વરિત બુદ્ધિપ્રતિભા દર્શાવીને સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. અતિ સ્પર્ધાત્મક રહેલી યુનિવર્સિટી ક્વિઝ સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓ દેવાંગ કુબાવત, તીર્થ મહેતા અને શિવમ દવેની ટીમે પ્રાથમિક રાઉન્ડથી લઈને અંતિમ રાઉન્ડ સુધી વિવિધ વિષય પરના કઠિન પ્રશ્નોના સચોટ જવાબો આપીને તમામ 43 જેટલા પ્રતિસ્પર્ધી ટીમોને પાછળ રાખી પ્રથમ ક્રમાંક પર આવેલ. વિદ્યાર્થીઓની આ ઐતિહાસિક ઉપલબ્ધિ પાછળ કોલેજના લાઈબ્રેરિયન અને જ્ઞાનધારા કન્વીનર હિના પી. પરમારનું સઘન માર્ગદર્શન અને તાલીમ મુખ્ય પરિબળ રહ્યાં છે. આ ભવ્ય ઝળહળતી સફળતા બદલ કોલેજના આચાર્યશ્રી ડૉ. કે. કે. બુદ્ધભટ્ટી, સમસ્ત કૉલેજ સ્ટાફએ વિજેતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.