Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Sports

Members

PTI

B.A, B.P.Ed, M.P.Ed,Ph.D,GSET(Phy.edu),M.A.(Psychology)

Content

Sr Title Date Download
1 સ્પોર્ટ્સ નોટીસ ૨૦૨૩ 15/07/2023 View
2 Department of Physical Education & Sports Activity Report Year 2022-23 01/04/2023 View
3 Department Of Physical Education & Sports Activity Year 2020 To 2022 01/04/2023 View
4 Sports Annual Report 2019-20 14/03/2020 View
5 Sports Annual Report 2018-19 14/03/2020 View
6 Sports Annual Report 2015-16-17 14/03/2020 View

Events

23
Sep

Inter College Tennis Compitation (Men)

saurashtra University tennis court

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતરકોલેજ ટેનીસ સ્પર્ધા તારીખ ૨૩/૦૯/૨૦૨૨ ના ગવર્મેન્ટ કૉલેજ,કોટડાસાંગાણી દવારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સવારે ૦૮.૦૦ કલાકે આયોજન થયું હતું. જેમાં આ કોલજના ૦૨ વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ હતો મહેતા હર્ષનું સિલેકશન નેશનલ સ્પર્ધામાં થયેલ છે.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.27/07/2022 ના બુધવારના રોજ સપ્તધારાના ખેલ,કૂદ યોગધારા અને શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા કૉલેજ કક્ષાએ આંતર ક્લાસ એટલે કે કોલેજમાં પ્રથમ,દ્વિતીય અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વચ્ચે (ટેબલ ટેનીસ ભાઈઓ અને બહેન) સ્પર્ધાનું આયોજન ડીએચ કોલેજના મેદાનમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 103 ભાઈઓએ નામ નોંધાવ્યા હતા જેઓને અલગ અલગ ટીમમાં વિભાજીત કરી સ્પર્ધા કરવામાં આવી હતી. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા ખેલ,કૂદ યોગધારાના અધ્યક્ષ ડૉ. નેહલબેન જાની તથા સર્વે અધ્યાપકગણની સહાયથી પ્રસ્તુત સ્પર્ધાનું સફળ આયોજન થયું હતું. આ સ્પર્ધાનું સમગ્ર સંચાલન શારીરિક શિક્ષણ વિભાગના પી.ટી.આઈ. ડૉ.એસ.એન.દવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવસિૅટી આંતર કોલેજ સ્પર્ધામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ ટીમનું પ્રતિનિધિત્વ કરશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતરકોલેજ સોફ્ટબોલ સ્પર્ધા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતરકોલેજ શુટિંગ સ્પર્ધા તારીખ ૧૩/૧૨/૨૦૨૧ ના રોજ શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ & પરફોર્મિંગ આર્ટસ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શુટિંગ રેંજ ખાતે સવારે ૦૮.૦૦ કલાકે આયોજન થયું હતું. જેમાં આ કોલજના ૦૩ વિદ્યાર્થીઓએ .177 PEEP SIGHT AIR RIFLE BOYS ઇવેન્ટમાં ભાગ લીધેલ હતો જેમની વિગત અને સ્પર્ધાનું પરિણામ નીચે મુજબ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતરકોલેજ બેડમિન્ટન સ્પર્ધા તારીખ ૦૧/૧૨/૨૦૨૧ ના એચ.એન.શુક્લા કોલેજ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બેડમિન્ટન ઇન્ડોર હોલ ખાતે સવારે ૦૮.૦૦ કલાકે આયોજન થયું હતું. જેમાં આ કોલજના ૦૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતરકોલેજ બાસ્કેટબોલ સ્પર્ધા તારીખ ૨૮/૧૦/૨૦૨૧ ના રોજ એચ. & એચ.બી સાયન્સ કોલેજ,રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાસ્કેટબોલ કોર્ટ ખાતે સવારે ૦૮.૦૦ કલાકે આયોજન થયું હતું. જેમાં આ કોલજના ૦૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો .

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ પંચપ્રકલ્પ ફીટ ઇન્ડિયા અંતર્ગત હોકી(ભાઈઓ) સ્પર્ધાનું આયોજન તારીખ ૧૬/૦૭/૨૦૨૨ ના શનિવારે રાજકોટની રાજકુમાર કૉલજ સ્કુલ સામે આર.કે.સી હોકી મેદાન પર કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અતિથિવિશેષ તરીકે રાજકુમાર કૉલજના ડાયરેક્ટશ્રી તથા આ કૉલેજ આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડ સાહેબ તથા પંચપ્રકલ્પ ના કૉ ઓર્ડીનેટરશ્રી ડૉ. હેમલબેન વ્યાસ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન ડૉ.શ્વેતા એન.દવે દ્વારા કરવામાં આવ્યું હતુ. આ સ્પર્ધામાં કૉલેજનો પેનલ્ટી શૂટઆઉટ માં ૩-૨ થી વિજેતા થઇ હતી.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે કોલેજ કેમ્પસ ગ્રાઉન્ડમાં કોલેજના આચાર્યશ્રી, તમામ અધ્યાપકશ્રીઓ, કર્મચારી અને વિદ્યાર્થીઓ દ્વારા “Yoga for Humanity” થીમ પર યોગાસન કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કોલેજ મેદાનમાં સવારે ૦૭.૩૦ કલાકે કરવામાં આવી હતી. યોગ નિદર્શન આંતર રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ મિસ યોગીની વૈશાલી મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું, યોગ વિષે જાણકારી તથા યોગનું મહત્વ વિષે જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે મિસ યોગીની વૈશાલીનું ભેટ સ્વરૂપે પુસ્તક આપી કોલેજના સિનીયર અધ્યાપકશ્રી એ. આર.પુંજાણી અને ડૉ.જે.એસ.ઉપાધ્યાય દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન આ કોલેજના પી.ટી.આઈ.ડો શ્વેતાબેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક દિવસની ઉજવણી કોવીડ પરિસ્થિતિ અને કોવીડ ગાઈડલાઈન્સ મુજબ આ દિવસની ઉજવણી ઓનલાઈન કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન ટીમ્સના મધ્યમ થી જોડીને ઓલમ્પિક દિવસ ની સમજ તથા આ દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

કોવીડ પરિસ્થિતિ અને કોવીડ ગાઈડલાઈન્સ મુજબ ONLINE INTERNATIONAL DAY AGEIST DRUG ABUSE AND ILICT TRAFFICKING દિવસની ઉજવણી ઓનલાઈન કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન ટીમ્સના મધ્યમ થી જોડીને આ દિવસની સમજ તથા આ દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

કોવીડ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ માટે કોલેજમાં પ્રવેશ બંધ હોય આથી ઘરે શારીરિક પ્રવૃત્તિ મળી રહે એ હેતુથી તારીખ ૨૬/૦૪/૨૦૨૧ થી ઓનલાઈન ગુગલ મીટ એપ્લીકેશન માધ્યમથી ૧૫ દિવસ યોગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું જે ઓપેન ફોર ઓલ કરવામાં આવ્યું હતું.

આ કોલેજમાં આભ્યાસ કરતાં કુ. હિરેન ખંભાયતા અને કુ. અંકિત ગીનોયા ખરેડી ગામના વતની હોય તેઓ દ્વારા વૃક્ષો ને પાણી અને જાળવણી નું ઉમદા કાર્ય કર્યું હતું.

સરકારશ્રી દ્વારા COVID-૧૯ મહામારી દરમ્યાન જનધન ખાતામાં તથા અન્ય ખાતાઓમાં રૂપિયા જમા કરાવેલ હતા આ દરમ્યાન આ કોલેજના વિધ્યાર્થી અને થાનગઢ ના રહેવાસી કુ.હાર્દિક અઘેરા થાનગઢમા જે લોકોના ખાતા બંધ થઈ ગયેલ હતા , જમા ઉપાડના ફોર્મ ભરવામાં અસમર્થ હતા તેઓના ફોર્મભરી મદદ કરી હતી. આ ઉમદા કાર્યમાં સતત પોતાની સેવા આપી સ્થાનિક વહીવટી તંત્રને મદદ કરી હતી.

રાજકોટ શહેરના પારડી ગામ માં આવેલ સ્લમ વિસ્તારમાં કોઈ મદદ થી વંચિત છે એવા સમાચાર માલ્યાબાદ તે વિસ્તારમાં લગભગ રોજના ૩૦૦ થી ૩૫૦ જરૂરરિયાતમંદ વ્યક્તિઓને ભોજન બનાવી પોહચાડવામાં આવ્યું હતું. આ સેવા કાર્યની શરૂઆત ૨૯ માર્ચ ૨૦૨૦ થી કરવામાં આવી છે. આ કાર્ય મનહર પ્લોટ માથી કરવામાં આવ્યું હતું જે ત્યાના સ્થાનિક અને આ કોલેજના વિધાર્થી કુ. મિલન જાવિયા તથા સંજયભાઈ અને રવિભાઈ આર.ની મદદ થી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ સેવા કાર્યમાં આ કોલેજના કુ.વિશ્વરાજ જાડેજા, કુ.કલ્પેશ વાજા, કુ. સાગર ખંડેલ, કુ.અમિત મજેઠીયા, કુ.અજયસિંહ ,અરવિંદ વાઘેલા દ્વારા સતત પોતાનું શ્રમદાન આપ્યું હતું.

29
Aug

Interclass tournament 2016

Dharmendrasinhji college Rajkot

Chess Interclass tournament was organized by Dharmendrsinhji arts college by department of Physical education and sports on 29th August 2016. First, second and third years students competed in chess tournament. Trophy medals and certificates were given to winner and runners on valedictory function sports program day.

24
Sep

Inter College Shooting tournament Champion

Jay International school Rajkot

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આયોજિત આંતર કોલેજ શુટિંગ સ્પર્ધાનું આયોજન જય ઇન્ટર નેશનલ સ્કુલમાં થયું હતું જેમાં આ કોલેજના વિધાર્થી દલસાનીયા પૃથ્વી એ સમગ્ર યુનીવર્સીટી માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને તેમની પસંદગી સૌરાષ્ટ્ર યુની.ની ટીમ માં પસંદગી થયેલ.

21
Jun

Celebrate Yoga day

Dharmendrasinhji college Rajkot

ધર્મેન્દ્રસિંહજી કોલેજ, લો કોલેજ અને એવીપીટી કોલેજ દ્વાર રક્તદાન કેમ્પ નું આયોજન AVPT કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ અને કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું.

29
Aug

Celebrate national Sports day

Dep Of Sports, Dh college Rajkot

નેશનલ સ્પોર્ટ્સ ડે દિવસ ની ઉજવણી આ કોલેજમાં ઇન્ટ્રા મુલર (આંતર ક્લાસ) કબડ્ડી સ્પર્ધા નું આયોજન કરી ઉજવવામાં આવ્યો હતો.

14
Feb

Kabaddi Tournament

Dharmendrasinhji college Rajkot

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આયોજિત આંતરકોલેજ કબડ્ડી સ્પર્ધા નું આયોજન ડુમીયાણી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સૌ.યુની.સંલગ્ન ૪૦ થી વધુ કોલેજની ટીમો એ ભાગ લીધો હતો જેમાં આ કોલેની ટીમ એ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું.

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આયોજિત ક્રોસ્કન્ટ્રી સ્પર્ધા દીવ કોલેજ,દીવ ખાતે યોજાઈ હતી જેમાં આ કોલેજનો વિદ્યાર્થી ચોથા ક્રમે પૂર્ણ કરી આંતર યુનીવર્સીટી ટીમ માં પસંદગી થઈ હતી.

03
Dec

Yagnik trophy (Inter College)

Saurashtra University Cricket Ground

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આયોજિત યાજ્ઞિક ટ્રોફીમાં આ કોલેજના વિદ્યાર્થી મીરામ્બીકા કોલેજને હરાવી ને સેમીફીનલ માં પોહાચ્યા હતા.કુ.વાળા ઉદય શ્રેષ્ઠ પ્રદર્શન માટે મેન ઓફ થી મેચ ની ટ્રોફી આપવામાં આવી હતી.

23
Jan

Self Defense Training For all Students

Dharmendrasinhji college Rajkot

કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડીફેન્સ કાર્યક્રમનું આયોજન આ કોલેજના કેમ્પસમાં તા.૨૩ થી ૨૫ જાન્યુઆરી દરમ્યાન કરવામાં આવ્યું હતું અને ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને ટ્રેનીંગના અંતે સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.

પ્રથમ વર્ષ ના વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા એટલે શું અને તેની જાગૃતિ માટે લાઈફ બિલ્ડીંગ ની વિઝીટ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં ના નિષ્ણાત ડોકટરો દ્વારા થેલેસેમિયા વિષે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી અને આ સાથે દરેક વિદ્યાર્થીઓ નો થેલેસેમિયા ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.