Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સાયબર માસ જાગૃતિ અભિયાન

03/11/2026
DHARMENDRASINHJI ARTS COLLEGE RAJKOT

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ ખાતે તા.૦૩/૧૧/૨૦૨૬ના રોજ કોલેજના આચાર્યશ્રી સાહેબના માર્ગદર્શન અનુસાર સાયબર જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન સમયમાં સાયબર ગુનાઓનું પ્રમાણ દિવસેને દિવસે જે રીતે વધી રહ્યું છે તે અંગે વિદ્યાર્થીઓ જાગૃત થાય અને તેનો લાભ પોતાના પરિવારથી લઈને છેક સમાજના લોકો સુધી જાગૃતતા કેળવાય અને સાયબર ગુનાઓ સામે સતર્કતા વધે તે આજના સમયની માંગ છે. આ અભિયાન અંતર્ગત કોલેજ કેમ્પસમાં વિવિધ જગ્યાઓએ સાયબર જાગૃતતા અંગેના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતાં. જેમાં કોલેજ નોટીસ બોર્ડ, ગ્રંથાલય નોટીસ બોર્ડ , મુખ્ય કેશ બારી ,ભૂગોળ અને ઈતિહાસ ભવનમાં વિવિધ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતાં. સાથે સાથે ૧૯૩૦ ટોલ ફ્રી નંબર અને તેનો ઉપયોગ, APK ફાઈલના જોખમો, આ ઉપરાંત સાયબર ગુનાઓ કેવી કેવી રીતે આચરવામાં આવે છે તે અંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. વ્યક્તિએ આવા ગુનાઓના ભોગ વખતે કેવી કાળજી રાખવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના સાયબર સેલના કૉ.ઓર્ડીનેટર ડૉ.અશ્વિન બારડ તથા સભ્યશ્રી ડૉ.નીરવ ઠાકર અને ડૉ. ભરત સોલંકી સાહેબ, અન્ય અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.