શૈક્ષણિક પ્રવાસ
12/10/2026
Rajkot to Patanvava
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટના તત્વજ્ઞાન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસ અર્થે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રવાસને KCG (Knowledge Consortium of Gujarat) તરફથી નાણાકીય સહયોગ પ્રાપ્ત થયો હતો. અભ્યાસ પ્રવાસના મુખ્ય અંગો: * ખાંભાલીડાની ગુફાઓ: વિદ્યાર્થીઓએ પ્રાચીન બૌદ્ધ સ્થાપત્ય અને દર્શન શાસ્ત્રના ઐતિહાસિક મહત્વ વિષયક જ્ઞાન મેળવ્યું. * પાટણવાવ (ઓસમ ડુંગર): પ્રકૃતિ દર્શન અને પર્યાવરણીય તત્વજ્ઞાનનો અનુભવ પ્રાપ્ત કર્યો. * ખોડલધામ મંદિર (કાગવડ): ભારતીય સંસ્કૃતિ, શ્રદ્ધા અને સ્થાપત્ય કળાનું નિરીક્ષણ કર્યું. * અક્ષર મંદિર (ગોંડલ): આધ્યાત્મિક ચિંતન અને જીવન મૂલ્યો વિષયક માર્ગદર્શન મેળવ્યું. આ પ્રવાસમાં તત્વજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા. આખા દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ શૈક્ષણિક માહિતી સાથે સુંદર સમય વિતાવ્યો હતો અને સમગ્ર પ્રવાસ અત્યંત સુખદ, યાદગાર અને ક્ષેત્ર કાર્ય (Field Work) ની દ્રષ્ટિએ સફળ રહ્યો હતો.




