Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

IKS: Indian Epistemology and the Quest of Knowledge in Contemporary reference

26/09/2026
Dharmendrasinhji Arts College Rajkot Room No-14

આચાર્યશ્રી ડો. પરેશ રાવલની પ્રેરણાથી, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટના તત્ત્વજ્ઞાન વિભાગ દ્વારા KCG- Research Grant Scheme હેઠળ તા. 26/06/2026ના રોજ Indian Knowledge System (IKS) – ભારતીય જ્ઞાન પરંપરા વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ ભારતીય જ્ઞાન પરંપરાના વિવિધ આયામો, તેની દાર્શનિક પૃષ્ઠભૂમિ અને વર્તમાન સમયમાં તેની પ્રસ્તુતતા અંગે વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા સંશોધકોમાં જાગૃતિ અને સમજ વિકસાવવાનો હતો. ભારતીય જ્ઞાન પરંપરામાં રહેલા તત્ત્વજ્ઞાન, નૈતિકતા, જ્ઞાનમીમાંસા, જીવનમૂલ્યો અને સાંસ્કૃતિક વારસાના વિવિધ પાસાઓ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. સેમિનારમાં આમંત્રિત વક્તાઓ તરીકે ડો. એસ. એસ. શર્મા, નિવૃત્ત પ્રોફેસર, તત્ત્વજ્ઞાન વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ડો. દ્યુતિ યાજ્ઞિક, અધ્યક્ષ, તત્ત્વજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, (ઑનલાઇન) માધ્યમથી જોડાયા હતા. બંને વક્તાઓએ Indian Knowledge Systemના વિવિધ પાસાઓ અંગે વિષયલક્ષી અને જ્ઞાનવર્ધક વક્તવ્યો આપ્યાં હતાં. તેમણે ભારતીય જ્ઞાન પરંપરાની વિશિષ્ટતા તથા આધુનિક સમયમાં તેની ઉપયોગિતા અને પ્રાસંગિકતા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. વક્તાઓના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ અને પ્રતિભાગીઓને ભારતીય જ્ઞાન પરંપરાને સમકાલીન જીવન અને જ્ઞાનચિંતન સાથે જોડીને સમજવાની નવી દૃષ્ટિ પ્રાપ્ત થઈ હતી. સેમિનાર દરમિયાન પ્રશ્નોત્તરી અને ચર્ચા દ્વારા વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. ભાવેશ કાછડીયા, ડો. તૃપ્તિ ગજેરા અને ડો. જયદીપ દેવમુરારીના સહયોગ અને માર્ગદર્શનથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સેમિનારના અંતે તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્રો (Certificates) એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના અંતે આમંત્રિત વક્તાઓ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, પ્રતિભાગીઓ તથા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ રીતે Indian Knowledge System (IKS) પર આયોજિત આ એક દિવસીય રાજ્ય સ્તરીય સેમિનાર ભારતીય જ્ઞાન પરંપરાના અધ્યયન, સંશોધન અને તેના સમકાલીન મહત્વને સમજવાની દિશામાં એક મહત્વપૂર્ણ શૈક્ષણિક પહેલ સાબિત થયો.