ડો. જગત તેરૈયાના માર્ગદર્શન હેઠળ શ્રી સચિન રાવલને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – રાજકોટ દ્વારા સંસ્કૃત વિષયમાં Ph.D. (Doctor of Philosophy)ની ડિગ્રી એનાયત કરવામાં આવી
05/10/2026
Department of Sanskrit Room NO. 18
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ – રાજકોટના સંસ્કૃત વિભાગ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. સંસ્કૃત વિભાગના વિદ્યાર્થી શ્રી સચિન રાવલને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – રાજકોટ દ્વારા સંસ્કૃત વિષયમાં Ph.D. (Doctor of Philosophy)ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. શ્રી સચિન રાવલે ડો. જગત તેરૈયાના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત વ્યાકરણના અત્યંત ગહન, પ્રાચીન અને મહત્વપૂર્ણ એવા પાણિનીય વ્યાકરણ ક્ષેત્રમાં સંશોધનકાર્ય હાથ ધર્યું હતું. તેમના સંશોધનનો વિષય: “પાણિનીય વ્યાકરણમાં ઉણાદિ પ્રત્યયોનો અનુબંધ વિચાર” “AN INTERPRETATION OF UNADI SUFFIXES IN PANINI'S GRAMMAR” રહ્યો હતો. પાણિનીય વ્યાકરણ ભારતીય વ્યાકરણ પરંપરાનું અદ્વિતીય અને વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતું શાસ્ત્ર છે. તેમાં ઉણાદિ પ્રત્યયો અને અનુબંધવિચાર જેવા સૂક્ષ્મ વ્યાકરણશાસ્ત્રીય પાસાંનું ઊંડાણપૂર્વક અધ્યયન કરી શ્રી સચિન રાવલે સંસ્કૃત વ્યાકરણના સંશોધનક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું છે. તેમના સંશોધનમાં પાણિનીય પરંપરાના મૂળભૂત સિદ્ધાંતો, ઉણાદિ પ્રત્યયોની રચના તથા અનુબંધની ભૂમિકા અંગે તલસ્પર્શી અભ્યાસ કરવામાં આવ્યો છે. શ્રી સચિન રાવલની આ સિદ્ધિ બદલ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ – રાજકોટના આચાર્યશ્રી ડો. કે.કે.બુધભટ્ટી, સંસ્કૃત વિભાગના અધ્યાપકો તથા સમગ્ર કોલેજ પરિવારે તેમને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ શૈક્ષણિક અને સંશોધનાત્મક ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે. આ સિદ્ધિ સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાનપરંપરાના ઉચ્ચ અભ્યાસ તથા સંશોધન માટે વિદ્યાર્થીઓને પ્રેરણા આપનારી બની છે. ખાસ કરીને પાણિનીય વ્યાકરણ જેવા શાસ્ત્રીય વિષયમાં થયેલું આ સંશોધન સંસ્કૃત અધ્યયનની પરંપરાને વધુ સમૃદ્ધ બનાવે છે. સંસ્કૃત વિભાગ, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ – રાજકોટ




