રાજ્યકક્ષીય સેમિનાર “જિજ્ઞાસાથી યોગદાન સુધી: સંશોધન અને મહાનિબંધની સફરને સમજવી”
26/09/2026
Room No.34
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની “Research, Innovation and Extension Grants to Government Colleges” Scheme અંતર્ગત તા. 26 સપ્ટેમ્બર, 2026ના રોજ “જિજ્ઞાસાથી યોગદાન સુધી: સંશોધન અને મહાનિબંધની સફરને સમજવી” વિષય પર રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, સંશોધકો, અધ્યાપકો તથા સંશોધનમાં રસ ધરાવતા સહભાગીઓને સંશોધનની પ્રક્રિયા, સંશોધન સમસ્યાની પસંદગી, સંશોધન પ્રશ્નો, સંશોધન પદ્ધતિ, માહિતી સંકલન, વિશ્લેષણ તથા મહાનિબંધ લેખન અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.




