Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

'સ્વચ્છતા મહા અભિયાન' - એસ.ટી. બસ સ્ટેન્ડ, રાજકોટ સફાઈ

17/09/2026
રાજકોટ, બસ સ્ટેશન

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ ખાતે યોજાયેલ 'સ્વચ્છતા મહા અભિયાન'નો અહેવાલ માનનીય વડાપ્રધાનશ્રીના જન્મ દિવસ અને સેવા સમર્પણના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી N.S.S. (રાષ્ટ્રીય સેવા યોજના) વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં 'સ્વચ્છતા મહા અભિયાન' અંતર્ગત મેગા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય વિગતો: * આયોજક: ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ તથા N.S.S. (રાષ્ટ્રીય સેવા યોજના) વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. * તારીખ: ૧૭/૦૯/૨૦૨૬ (ગુરૂવાર). * સમય: સવારે ૯:૦૦ થી ૧૨:૦૦. * સ્થળ: એસ.ટી. બસ સ્ટેન્ડ, રાજકોટ. અહેવાલની વિશેષતાઓ: * મેગા સફાઈ અભિયાન: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, લોકમેળા ગ્રાઉન્ડ, રાજકોટ શહેરના મુખ્ય સ્ટેચ્યુ, એસ.ટી. બસ સ્ટેન્ડ અને શ્રી પદ્મકુવરબા હોસ્પિટલ સહિતના સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. * સહભાગિતા: આ સફાઈ મહાયજ્ઞમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ તેમજ કોટ સાયન્સ કોલેજ, રાજકોટના કુલ ૭૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જોડાઈને રાજકોટના બસ સ્ટેશનની સાફ-સફાઈ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવો: આ પ્રસંગે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા (રાજકોટ દક્ષિણ), કુલપતિશ્રી ડો. ઉત્પલ જોશી (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), રજિસ્ટ્રારશ્રી એ.કે. જાડેજા (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), N.S.S કો ઓર્ડિનેટરશ્રી ડો. એન.કે. ડોબરિયા, એસોસિએટ પ્રોફેસર ડો. કિશોરભાઈ ભેસાણીયા, N.S.S સહ કો ઓર્ડિનેટર અક્ષયભાઈ રૂપારેલિયા તથા રાજકોટ બસ સ્ટેશનના ડેપો મેનેજર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ રાજકોટ શહેરની N.S.S. કોલેજોના તમામ પ્રોગ્રામ ઓફિસર તેમજ N.S.S. ના ભાઈઓ અને બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડો. નિરવ આર. ઠાકર અને આચાર્યશ્રી ડો. પરેશ રાવલના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું.