Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

“આશીર્વાદના દીવડા” કાર્યક્રમ

17/09/2026
ધર્મેદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ – રાજકોટ

કૉલેજનું નામ : ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ, રાજકોટ કાર્યક્રમમાં ભાગ લેનારની સંખ્યા : ૭૫ સંયોજક / નોડલ અધિકારીશ્રીનું નામ : ડૉ. નિરવ રસિકભાઈ ઠાકર સંપર્ક નંબર : ૯૦૩૩૯ ૮૮૮૪૫ કાર્યક્રમનું ટૂંકમાં વર્ણન :  મુખ્ય વિષય / અભિગમ: "પ્રગટે દરેક ઘરમાં સુખનો પ્રકાશ..." અને "Vocal for Local" ( સ્થાનિક કારીગરો દ્વારા માટીમાંથી બનાવેલા દીવડાઓનો ઉપયોગ )  તારીખ: ૧૭/૦૯/૨૦૨૬ (ગુરુવાર)  સમય: સાંજે ૭:૦૦ કલાકે  સ્થળ: ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ  અધ્યક્ષસ્થાન / માર્ગદર્શન: આચાર્યશ્રી, ડૉ. પરેશ એન. રાવલ  અહેવાલની વિગતો: ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટના N.S.S. ( રાષ્ટ્રીય સેવા યોજના ) વિભાગ દ્વારા 'આશીર્વાદનો દીવડો' શીર્ષક હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીવા વિતરણ, ભજન સંધ્યા તેમજ સામુહિક દીવા આરતીનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ઉત્સવના માહોલની સાથે સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો.  કાર્યક્રમનો હેતુ અને સંદેશ: સામુહિક દીવા આરતી, જેમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્ર માટેની માનનીય વડા પ્રધાનની જીવનભરની મહાન સમાજસેવા બદલ તેમના પ્રત્યે આશીર્વાદ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા દીવા પ્રગટાવ્યા હતા. દરેક દીવો એ યુવાન નાગરિકના આશીર્વાદનું પ્રતિક છે. "Vocal for Local" ના અભિગમને વેગ આપવા માટે સ્થાનિક કારીગરો દ્વારા માટીમાંથી બનાવેલા દીવડાઓનો ઉપયોગ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આનાથી માત્ર સ્થાનિક કારીગરોને રોજગારી અને આર્થિક પ્રોત્સાહન મળે છે, પરંતુ પરંપરાગત કળા જીવંત રહે છે.  ઉપસંહાર: કોલેજના આચાર્યશ્રી ડૉ. પરેશ એન. રાવલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી અને સ્વદેશી અપનાવવાની ભાવના ઉજાગર કરી હતી. "પ્રગટે દરેક ઘરમાં સુખનો પ્રકાશ..." ના સૂત્ર સાથે આ કાર્યક્રમ ખૂબ જ સફળ અને પ્રેરણાદાયી રહ્યો હતો.