'સ્વચ્છતા અભિયાન ૨૦૨૬' કેમ્પસ સફાઈ
14/09/2026
ધર્મેદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ – રાજકોટ
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ, રાજકોટ ખાતે N.S.S. ( રાષ્ટ્રીય સેવા યોજના )અને સામુદાયિક સેવાધારા અંતર્ગત 'સ્વચ્છતા અભિયાન ૨૦૨૬' કેમ્પસ સફાઈ અહેવાલ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ, રાજકોટમાં રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) અને સામુદાયિક સેવાધારા યોજનાના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવારના રોજ કૉલેજ કેમ્પસમાં ભવ્ય 'સ્વચ્છતા અભિયાન ૨૦૨૬' અને કેમ્પસ સફાઈ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ અભિયાનની રૂપરેખા નીચે મુજબ હતી: * તારીખ: ૧૪/૦૯/૨૦૨૬ * વાર: સોમવાર * સમય: સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી * સ્થળ: કૉલેજ કેમ્પસ અને તમામ ક્લાસરૂમ્સ * માર્ગદર્શક: આચાર્યશ્રી ડૉ. પરેશ એન. રાવલ * સંચાલન: N.S.S (રાષ્ટ્રીય સેવા યોજના ) અને સામુદાયિક સેવા ધારા કો-ઓર્ડિનેટર ડૉ. નિરવ આર. ઠાકર કાર્યક્રમની વિગતવાર રૂપરેખા: અભિયાનની શરૂઆત સવારે ૯:૦૦ વાગ્યે કૉલેજ સભાખંડથી થઈ હતી, જ્યાં કૉલેજ આચાર્યશ્રી ડૉ. પરેશ એન. રાવલ દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવતા "સ્વચ્છતા એ જ પ્રભુતા છે" અને ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. શપથવિધિ બાદ, N.S.S. ના સ્વયંસેવકો અને સામુદાયિક સેવાધારાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જુદી-જુદી ટુકડીઓમાં વહેંચાઈને સફાઈ કાર્યનો પ્રારંભ કર્યો હતો: ૧. ક્લાસરૂમ સફાઈ: વિદ્યાર્થીઓએ તમામ વર્ગખંડોમાં જઈને બેન્ચ, બ્લેકબોર્ડની સફાઈ કરી હતી. તેમજ બિનજરૂરી કાગળો અને કચરાનો યોગ્ય નિકાલ કર્યો હતો. ૨. કેમ્પસ સફાઈ: કૉલેજના મુખ્ય પ્રવેશદ્વાર, પ્લેગ્રાઉન્ડ અને બગીચાના વિસ્તારમાં ફેલાયેલા સૂકા પાંદડા, પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર અભિયાનમાં અંદાજે 50 જેટલા ઉત્સાહી સ્વયંસેવકોએ જોડાઈને શ્રમદાન કર્યું હતું. ડૉ. નિરવ આર. ઠાકરના માર્ગદર્શન હેઠળ તમામ વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે સફાઈ કામગીરી પાર પાડી હતી. ત્યારબાદ નાસ્તાનું આયોજન કરવામાં આવેલ હતું. અંતમાં, આચાર્યશ્રી ડૉ. પરેશ એન. રાવલે તમામ વિદ્યાર્થીઓ અને કો-ઓર્ડિનેટરની આ પ્રશંસનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો ચાલુ રાખવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ અહેવાલ દ્વારા કૉલેજના સ્વચ્છ અને હરિયાળા વાતાવરણને જાળવી રાખવાનો સંકલ્પ લેવાયો હતો.




