Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ELC અને ECINET પ્રાદેશિક પરિષદનો અહેવાલ

11/09/2026
ગુજરાત યુનિવર્સીટી, અમદાવાદ

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાતા જાગૃતિ, લોકશાહીના મૂલ્યો તથા ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે યુવા વર્ગમાં જાગૃતિ લાવવાના હેતુસર Electoral Literacy Club (ELC) અને ECINET વિષયક પ્રાદેશિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાદેશિક પરિષદ તા. 11/09/2026, શુક્રવારના રોજ સવારે 10:00 કલાકે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ (સેનેટ હોલ નજીક), ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, અમદાવાદ ખાતે યોજાઈ હતી. પરિષદમાં ગુજરાત રાજ્યની વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ELC સાથે સંકળાયેલા પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરિષદ દરમિયાન Electoral Literacy Club (ELC) દ્વારા વિદ્યાર્થીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવવા, જવાબદાર અને જાગૃત મતદાતા તરીકેની ભૂમિકા સમજાવવા તથા લોકશાહી પ્રક્રિયામાં યુવાનોની સક્રિય ભાગીદારી વધારવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ECINET સંબંધિત માહિતી અને તેની ચૂંટણી જાગૃતિ ક્ષેત્રે ઉપયોગિતા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મતદાર જાગૃતિ કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવા માટે આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ માધ્યમોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. પરિષદમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યરત ELC ક્લબની પ્રવૃત્તિઓ, નવીન કાર્યક્રમો અને શ્રેષ્ઠ પ્રયોગો અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને માત્ર મતદાન કરવા માટે જ નહીં, પરંતુ ચૂંટણી પ્રક્રિયા, મતદાર નોંધણી અને લોકશાહી મૂલ્યો પ્રત્યે પણ જાગૃત બનાવવા માટે વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ તરફથી પરિષદમાં 2 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં 1. પરમાર ખુશાલ 2. પરમાર ઉર્વીશા નો સમાવેશ થાય છે. ચૂંટણી સાક્ષરતા અને મતદાર જાગૃતિ સંબંધિત મહત્વપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આવ્યું. આ પરિષદ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, જવાબદાર નાગરિકત્વ અને મતદાનના મહત્વ અંગે વધુ અસરકારક રીતે જાગૃતિ ફેલાવવા માટે નવી દિશા અને પ્રેરણા મળી. અંતે પરિષદમાં ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓએ પોતાના અનુભવો અને સૂચનો રજૂ કર્યા હતા તથા ભવિષ્યમાં ELC અને ECINETના માધ્યમથી વધુ અસરકારક મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આમ, ELC અને ECINET પ્રાદેશિક પરિષદ વિદ્યાર્થીઓમાં ચૂંટણી સાક્ષરતા, મતદાર જાગૃતિ અને લોકશાહી મૂલ્યોના પ્રસાર માટે અત્યંત જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાબિત થઈ હતી.