ગુરૂપૂર્ણિમા કાર્યક્રમ
12/09/2026
સમાજશાસ્ત્ર વિભાગ, ધર્મેદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ – રાજકોટ
સમાજશાસ્ત્ર વિભાગ તારીખ:29/07/2026 ગુરૂપૂર્ણિમા કાર્યક્રમ - અહેવાલ સ્થળ: સમાજશાસ્ત્ર વિભાગ સમય: સવારે 10.30 વાગ્યે ૧. કાર્યક્રમનો પ્રારંભ : કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આચાર્યશ્રી, અધ્યાપકશ્રીના હસ્તે સરસ્વતી વંદના અને ગુરુ વંદનાના મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ૨. સાંસ્કૃતિક અને ભાવનાત્મક પ્રસ્તુતિઓ: વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પૂર્ણિમાના મહત્વને દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા: વક્તવ્ય: વિદ્યાર્થીઓએ 'મહર્ષિ વેદવ્યાસ'ના જીવન અને ભારતીય સંસ્કૃતિમાં ગુરુના સ્થાન વિશે પ્રભાવશાળી ભાષણ આપ્યા હતા. ગીત અને શ્લોકગાન: "ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ..* અને ગુરુ મહિમાના સુંદર ભજનો રજૂ કરવામાં આવ્યા હતા ગુરુના સ્થાન વિશે પ્રભાવશાળી ભાષણ આપ્યા હતા. ગીત અને શ્લોકગાન: "ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ…" અને ગુરુ મહિમાના સુંદર ભજનો રજૂ કરવામાં આવ્યા હતા ૩. ગુરુવંદના અને પૂજન : કાર્યક્રમનો સૌથી ભાવુક અને મહત્વનો ક્ષણ ગુરુ પૂજન હતો. વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોને પુષ્પગુચ્છ, કંકુ, તિલક અને સ્વહસ્તે બનાવેલા શુભેચ્છા પત્રો (Greeting Cards) અર્પણ કરીને તેમના આશીર્વાદ લીધા હતા. ૪. અધ્યાપકોનું ઉદ્બોધન : સમાજશાસ્ત્રના અધ્યક્ષ ડૉ. મહેશ્વરી રવિયા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, "જીવનમાં અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર માત્ર ગુરુ જ છે. માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પણ સજ્જનતા અને સારા સંસ્કાર આપનાર ગુરુ પ્રત્યે હંમેશા આદરભાવ રાખવો જોઈએ." ૫. આભાર વિધિ અને સમાપન : કાર્યક્રમના અંતે ડૉ. નિરવ ઠાકર દ્વારા ઉપસ્થિત અધ્યાપકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું હતું.




