ઓરિએન્ટેશન પ્રોગ્રામ (બ્રિજ કોર્સ)
06/08/2026
Department of history Dharmendrasinhji Arts College Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટના ઇતિહાસ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માં પ્રથમ વર્ષમાં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે તારીખ: ૦૬/૦૭/૨૦૨૬ થી ૦૮/૦૭/૨૬ સુધી ઓરિએન્ટેશન પ્રોગ્રામ (બ્રિજ કોર્સ)નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું આજ રોજ તારીખ: ૦૬/૦૭/૨૦૨૬ના રોજ ઉદઘાટન સત્ર થી શરૂઆત કરવામાં આવી. આ ઉદ્ઘાટન સત્ર અંતર્ગત કોલેજમાં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ ઇતિહાસ વિષયને જાણે અને ઐતિહાસિક દ્રષ્ટિકોણ કેળવે તેવા આદર્શ હેતુ સાથે આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ ઇતિહાસ વિભાગના સીનિયર અધ્યાપક પ્રો. અશ્વિન આર. પૂંજાણી, ડૉ.ધર્મેશ પરમાર, પ્રો. શશીકાંત ચૌહાણ તથા ડૉ. કિરણબેન વાડોદરિયા દ્વારા વિદ્યાર્થીઓને ઇતિહાસ વિષયનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.




