Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

પરિચય પ્રવાસ

24/08/2026
Department of history Dharmendrasinhji Arts College Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓ માટે તારીખ 24/08/2025ના રોજ ઈશ્વરીયા પાર્ક ખાતે એક દિવસના પરિચય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૬-૨૭ માં નવો પ્રવેશ મેળવી આવેલ પ્રથમ સેમેસ્ટરના વિધાર્થીઓ પોતાના વિભાગથી પરિચિત થાય અને પોતાના વિભાગના સિનિયર વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવે તેવા હેતુસર આ એક દિવસના પ્રવાસનું સમગ્ર આયોજન સેમ. ૫ અને ૩ ના ઇતિહાસના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ઇશ્વરીયા પાર્ક ખાતે આ પરિચય પ્રવાસમાં વિદ્યાર્થીઓનું ખુબજ સુંદર આયોજન અને એકબીજા સાથેનું સંકલન જોઈ અને વિભાગના સિનિયર અધ્યાપક પ્રો.અશ્વિનપુંજાણી સાહેબે વિદ્યાર્થીઓને આવા આયોજન બદલ તેમને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા સાથે ઇતિહાસ વિભાગના અધ્યાપકો ડૉ. ધર્મેશ પરમાર, પ્રા. શશીકાંત ચૌહાણ, ડૉ. જે. ડી. કણજારિયા ઉપરાત, કોલેજના ભૂગોળ વિભાગના અધ્યાપક ડૉ. રિતેશ પટેલ, સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડૉ. નીરવ ઠાકર અને હિન્દી વિષયના પ્રાધ્યાપક ડૉ. કિરણબેન ડોડીયાની વિશેષ ઉપસ્થિતિ હતી. ઇશ્વરીયા પાર્ક ખાતે વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ કર્યો અને સાથે સમુહ ભોજનની પણ લિજ્જત માણી હતી.