Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

"નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત"

29/08/2026
Dharmendrasinhji Arts College, Rajkot

આજ રોજ તારીખ 04/08/2026 ના ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના રૂમ નંબર 34 માં "નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત"સંકલ્પ અભિયાન અંતર્ગત કોલેજની આઝાદીકા અમૃત મહોત્સવ અને પંચપ્રકલ્પ સમિતિ દ્વારા 'નશામુક્તિ પ્રતિજ્ઞા' નું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોલેજના અધ્યાપકોએ હાજર રહી ઉત્સાહ વર્ધન કરેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય પ્રિન્સીપાલશ્રી પરેશ રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ કમિટીના કો-ઓર્ડીનેટર ડૉ.હંસા ગુજરીયાએ કર્યું હતુ. "નશો છોડો, જીવન જોડો", "સ્વસ્થ યુવા વિકસિત ભારત" ની ભાવના સંદર્ભે ડૉ .હંસા ગુજરીયા એ સમયોચીત માર્ગદર્શન આપ્યું હતું.સમિતિના અન્ય સભ્યો ડૉ.અશ્વિન બારડ અને ડૉ.કિરણ ડોડીયાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.કોલેજના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓનો સક્રિય સહયોગ રહ્યો, જેના દ્વારા કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.