Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ઉદિશા કલબ અંતર્ગત બેઝિક ઇંગ્લિશ અને રીડિંગ સ્કિલ વિષય પર નિષ્ણાતોના વ્યાખ્યાન

29/03/2026
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં ઉદિશા કલબ અંતર્ગત તારીખ ૨૭/૦૩/૨૦૨૬ અને ૨૮/૦૩/૨૦૨૬ ના રોજ કોલેજના સેમિનાર હોલ ખાતે એ.એમ.પી.લો. કૉલેજ, રાજકોટના આચાર્યશ્રી કે.કે.બુધ્ધભટ્ટી સાહેબ અને સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ, ખંભાળીયાના આચાર્યશ્રી ડૉ.પી.આર.ચૌહાણ સાહેબના વ્યાખ્યાનોનું આયોજન કરવામાં કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમની શરૂઆતમાં બંને આચાર્યશ્રીઓનું શાબ્દિક સ્વાગત અને પરિચય ડૉ.એસ.આર.ભારદ્વાજ સાહેબ દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ બંને વક્તાશ્રીઓનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રથમ સેશનમાં સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ, ખંભાળીયાના આચાર્યશ્રી ડૉ.પી.આર.ચૌહાણ સાહેબ દ્વારા ૧૦.૦૦ થી ૧૧.૩૦ દરમ્યાન વિદ્યાર્થીઓને બેઝિક ઇંગ્લિશની વિશિષ્ટ વિશેષતાઓ વિશે એક ગહન અને રોચક વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતું. તેમના વ્યાખ્યાનના અંતે ઉદિશા સમિતિના સભ્ય ડો. ભાવેશ બી. કાછડીયા દ્વારા વક્તાશ્રીનો આભાર વ્યક્ત વ્યક્ત કરવામાં આવ્યો હતો. બીજા સેશનમાં એ.એમ.પી.લો. કૉલેજ, રાજકોટના આચાર્યશ્રી કે.કે.બુધ્ધભટ્ટી સાહેબ દ્વારા ૧૧.૩૦ થી ૦૧.૦૦ દરમ્યાન વિદ્યાર્થિઓને બેઝિક ઇંગ્લિશની વર્તમાનમાં આવશ્યકતાઓની વિશે સુંદર વ્યાખ્યાન આપેલું હતું. તેમના વ્યાખ્યાનના અંતે ઉદિશા સમિતિના સભ્ય ડો. જગત આર. તેરૈયા દ્વારા વક્તાશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તારીખ ૨૮/૦૩/૨૦૨૬ના રોજ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ, ખંભાળીયાના આચાર્યશ્રી ડૉ.પી.આર.ચૌહાણ સાહેબ દ્વારા ૧૦.૦૦ થી ૦૧.૦૦ દરમ્યાન વિદ્યાર્થીઓને રીડિંગ સ્કિલ વિશેની જુદી જુદી ટેકનિક્સ વિશે જણાવવામાં આવ્યુ હતું અને વિધાર્થિઓને ઉદભવતા જુદા જુદા પ્રશ્ર્નોના જવાબ પણ તેમના દ્વારા આપવામાં આવ્યા હતા. આ વ્યાખ્યાનના અંતે પ્રો. એ.આર.પુંજાણી દ્વારા વક્તાશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ઉપરોક્ત વક્તવ્યનું સમગ્ર આયોજન આચાર્યશ્રી ડૉ. પરેશ એન. રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઉદિશા સમિતના કૉ-ઓર્ડીનેટર ડૉ. ધર્મેશ આર. પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતુ અને તેમા ઉદિશા સમિતનાં સભ્યો તથા સમગ્ર સ્ટાફ પરીવારનો સંપુર્ણ સાથ સહકાર પ્રાપ્ત થયો હતો અને સંપૂર્ણ કાર્યક્રમ એકદમ સફળ રહ્યો હતો.