Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સોશિયલ મીડિયા જાગૃતિ કાર્યક્રમ

28/03/2026
DHARMENDRASINHJI ARTS COLLEGE RAJKOT

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના સાયબર સિક્યુરીટી સેલ- કવચ અંતર્ગત તારીખ ૨૪/૦૩/૨૦૨૬ ના રોજ સોશિયલ મીડિયા જાગૃતિ માસ અંતર્ગત સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા સોશિયલ મિડીયાના વિવિધ પ્લેટફોર્મના ઉપયોગ અને તેમાં રહેલા વિવિધ જોખમોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રવર્તમાન સમયમાં લોકો સાયબર ક્રાઈમનો જે રીતે ભોગ બની રહ્યાં છે તે અંગે વિદ્યાર્થીઓ જાગૃત થાય અને આવા જોખમોની માહિતી પોતાના પરિવાર અને સમાજના લોકો સુધી માહિતી પહોંચે તે હતો. આ કાર્યક્રમમાં સાયબર સિક્યુરિટી સેલ - કવચના કૉ.ઓર્ડીનેટર પ્રો.અશ્વિન બારડ સાહેબે પોતાના વક્તવ્યમાં સોશિયલ મિડીયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ અને તેમાં રહેલા સાયબર ફ્રોડ ના જોખમો, લોકો કઈ રીતે સાઇબર ક્રાઇમનો ભોગ બને છે તેની માહિતી આપી હતી. સાયબર ક્રાઇમ કઈ રીતે થાય છે, તેના પ્રકારો, સાયબર ક્રાઇમના ગુનાઓથી બચવા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે જણાવ્યું હતું. આ ઉપરાંત પોસ્ટર પ્રદર્શન દ્વારા APK ફાઈલના જોખમો, સાયબર હેલ્પ લાઈન નંબર, ટુ-ફેક્ટર ઓથેન્ટીકેશન (2FA), અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.