Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ - ૨૦૨૬ ની ઉજવણી અંતર્ગત “વિશ્વ માતૃભાષા દિન” નિમિત્તે કવિ સંમેલન

21/02/2026
Dharmendrasinhji Arts College Rajkot

આ કવિ સંમેલનના પ્રારંભે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહા સાહેબનો શુભેચ્છાસંદેશ સૌ કોઈએ વિડિયો સ્વરૂપે નિહાળ્યો. ત્યાર બાદ કવિ શ્રી નીતિન વડગામા, કવિ શ્રી સંજુ વાળા, કવિ શ્રી સ્નેહી પરમાર, આ કાર્યક્રમના મુખ્ય અતિથિ અને એ.એમ.પી. લો કોલેજના પ્રિન્સીપાલ ડૉ. કે. કે. બુદ્ધભટ્ટી, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના પ્રિન્સીપાલ શ્રી પરેશ એન. રાવલ, આ કાર્યક્રમમાં ભાવક તરીકે ઉપસ્થિત ભાવનગરના કવિ શ્રી હિમલ પંડ્યા વગેરેએ હસ્તાક્ષર બેનરમાં માતૃભાષામાં પોતાના હસ્તાક્ષર કર્યા. ત્યાર બાદ મંચ ઉપર કવિ શ્રી નીતિન વડગામા, કવિ શ્રી સંજુ વાળા, કવિ શ્રી સ્નેહી પરમાર, આ કાર્યક્રમના મુખ્ય અતિથી અને એ.એમ.પી. લો કોલેજના પ્રિન્સીપાલ ડૉ. કે. કે. બુદ્ધભટ્ટી, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના પ્રિન્સીપાલ શ્રી પરેશ એન. રાવલ વગેરે મહાનુભાવોએ સ્થાન લીધું. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના પ્રિન્સીપાલ શ્રી પરેશ એન. રાવલે ઉપસ્થિત સૌ કોઈનું ગુજરાતીના યુગંધર કવિ શ્રી રમેશ પારેખની કવિતા સાથે ભાવપૂર્વક શાબ્દિક સ્વાગત કર્યું. ત્યાર પછી સૌ મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કર્યું અને શ્રી પરેશ એન. રાવલ દ્વારા સૌ મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક દ્વારા સ્વાગત - સન્માન કરવામાં આવ્યું. ત્યાર બાદ કવિ શ્રી સ્નેહી પરમાર, કવિ શ્રી સંજુ વાળા અને કવિ શ્રી નીતિન વડગામાએ પોતાની સ્વરચિત કવિતાઓના પઠન દ્વારા ઉપસ્થિત સૌ શ્રોતાઓને રસતરબોળ કરી દીધા. આ કાર્યક્રમના અંતે ડૉ. કેતન કાનપરિયાએ આભારવિધિ કરી. આ કવિ સંમેલનમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના અધ્યાપકો સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને જાણીતા કવિ ડૉ. કેતન કાનપરિયાએ આ સમ્રગ કાર્યક્રમનું સંચાલન ગુજરાતી ભાષાની મહત્તા દર્શાવતી સુંદર કાવ્યપંક્તિઓના રસાસ્વાદ સાથે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટના સ્ટાફ-પરિવારે અને ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓએ ખાસ જહેમત ઉઠાવી હતી.