સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત "કાવ્યસર્જન પ્રક્રિયા : તત્વ અને તંત્ર" વિષય ઉપર વર્કશોપ આધારિત એક વ્યાખ્યાન
21/02/2026
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ રૂમ નંબર ૦૮
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં રા તા. ૨૧/૦૨/૨૦૨૬ શનિવારના રોજ સવારે ૮:૪૫ થી ૧૦:૧૫ દરમિયાન સપ્તધારાના અનુસંધાને સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત "કાવ્યસર્જન પ્રક્રિયા : તત્વ અને તંત્ર" વિષય ઉપર વર્કશોપ આધારિત એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. આ વ્યાખ્યાનમાં ગુજરાતના પ્રસિદ્ધ ગઝલકાર અને ગીતકાર ડૉ. સ્નેહી પરમાર "કાવ્યસર્જન પ્રક્રિયા" વિષય ઉપર સર્જનપ્રક્રિયાના અનુસંધાને કવિતા કેમ લખવી ? એ બાબતે પાયાની ભૂમિકા વિદ્યાર્થીઓ સામે રજૂ કરી રસ ધરાવતા અને કવિતાલેખનના ક્ષેત્રમાં આગળ વધવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓને કવિતા લખતી વખતે શું શું ધ્યાનમાં રાખવું એ અમૂલ્ય માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલશ્રી ડૉ. પરેશ રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન સપ્તધારાના કૉ-ઓર્ડીનેટર ડૉ.કેતન કાનપરિયા સાહેબ તથા સર્જનાત્મક અભિવ્યક્તિધારાના અધ્યક્ષ ડૉ. કિરણબેન ડોડીયાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ૨૮ વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. આ કૉલેજના તમામ અધ્યાપકો અને વહીવટી સ્ટાફના સહયોગ અને વિદ્યાર્થીઓની હાજરીથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.




