AZADI KA AMRIT MAHOTSAV EVENT
21/11/2025
Dharmendrasinhji Arts College, Rajkot
"પંચ પ્રકલ્પ અને આઝાદી કા અમૃત મહોત્સવ" આજ રોજ તારીખ: 21/11/2025ને શુક્રવારના ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજના ઓડિટોરિયમ હોલમાં 11:00 થી 12:00 કલાક દરમિયાન “પંચ પ્રકલ્પ અને આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના સંદર્ભે શીર્ષક - "એકતાથી શાંતિ અને શાંતિથી સમૃદ્ધિ" નીચે વિવિધતામાં એકતા સંદર્ભની એક ભારત શ્રેષ્ઠ ભારતની પ્રસ્તુતિ કરતાં (જુદા-જુદા રાજ્યોની વેશભૂષા સાથેનું ગીત, જુદી-જુદી ભારતીય ભાષાઓના ગીત) ના કાર્યક્રમનું આયોજન થયેલ હતું. કાર્યક્રમમાં સેમ.1 થી 5 ના વિદ્યાર્થીઓએ રાજસ્થાની, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત અને કચ્છી ભાષાના ગીતો તેમજ વિવિધ ભાષાના ગીતોનું ફયુજન કરી નૃત્ય ઉત્સાહભેર રજૂ કરેલ હતું. સપ્તધારના કોઓર્ડિનેટર ડૉ. કેતન કાનપરિયા, સાથે ડૉ.પરેશ બાંભણીયા, ડૉ. જગત તેરૈયાએ હાજર રહી વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન કરેલ. આચાર્યશ્રી ડૉ. પરેશ રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પંચ પ્રકલ્પ અને આઝાદી કા અમૃત મહોત્સવના કો-ઓર્ડીનેટર ડૉ.હંસા ગુજરીયાએ કરેલ હતું. સમિતિના સભ્ય ડૉ. કિરણ ડોડીયાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અને અંતે આભાર દર્શન કરેલ હતું. ઉત્સાહી વિદ્યાર્થીઓએ હજાર રહી કાર્યક્રમને માણ્યો હતો. સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિથી કાર્યક્રમ સફળ રહ્યો.




