સુભાષિત શ્લોકગાન સ્પર્ધા, સિસ્ટમ નિવેદિતા સ્કૂલ, રાજકોટ
04/02/2026
સિસ્ટર નિવેદિતા સ્કૂલ, રાજકોટ
તારીખ 04/02/2026 ના રોજ પ્રિન્સિપલ ડી.પી.જોશી પબ્લિક લાઇબ્રેરીના ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ સંદર્ભે,સવારે 9 થી 10:35 દરમિયાન, પ્રાથમિક શાળાના બાળકો માટે સુભાષિત શ્લોકગાન સ્પર્ધાનું આયોજન સિસ્ટમ નિવેદિતા સ્કૂલ, રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક ડૉ. હંસાબેન ગુજરીયાએ નિર્ણાયક તરીકે સેવા આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ડો. ગુજરીયા દ્વારા આ કાર્યથી સમાજ સાથેનું અનુસંધાન કરી, સંસ્કૃત વિષયના પ્રચાર પ્રસારમાં યોગદાન આપેલ હતું.




