Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

શ્રીમતી જયાબેન શિવપ્રસાદ દવે વિજયપદ્મ સ્પર્ધા

30/01/2026
L.D. Arts College,Amdavad

તારીખ 30/01/2026ના રોજ એલ.ડી.આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં રાજ્ય કક્ષાની ગીતજયંતી સંદર્ભે શ્રીમતી જયાબેન શિવપ્રસાદ દવે વિજયપદ્મ વક્તૃત્વ સ્પર્ધા તથા ગીતા શ્લોકગાન સ્પર્ધામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ના સંસ્કૃત વિભાગ ના સેમ.2, 4 અને 6 ના વિદ્યાર્થીઓ મહેતા તીર્થ, લાલાની રાજ, સોલંકી પિયુષ, દવે દિવ્યમ, મહેતા નૈસર્ગી અને મનોવિજ્ઞાન સેમ.1ના વિદ્યાર્થી ખાણદાર હર્ષિદાએ ભાગ લઈ પોતાના વિષયની સુંદર પ્રસ્તુતિ કરી કૉલેજનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ વધાર્યુ હતુ. વિદ્યાર્થીઓને કૉલેજના આચાર્યશ્રી ડૉ. પરેશ રાવલ સાહેબે અભિનંદન પાઠવ્યા હતા. સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. હિતાર્થી અગ્રાવત તથા ડૉ. જગત તેરૈયાએ માર્ગદર્શન આપ્યુ હતુ. સમગ્ર સ્પર્ધા માટેનું માર્ગદર્શન અને કો- ઓર્ડિનેશન સંસ્કૃત વિભાના પ્રાધ્યાપક ડૉ.હંસાબેન બી.ગુજરીયાએ કરેલ હતું. સ્પર્ધામાં ભાગ લઈ વિદ્યાર્થીઓએ બોળો અનુભવ પ્રાપ્ત કર્યો હતો જેમની સાથે ડોક્ટર ગુજરીયા એ અમદાવાદ મુકામે જઈ ઉત્સાહ વધાર્યો હતો.