Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Understanding modern cyber threats and its prevention

06/02/2026
DHARMENDRASINHJI ARTS COLLEGE RAJKOT

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના સાયબર સિક્યુરિટી સેલ(કવચ) અંતર્ગત તારીખ ૦૫/૦૨/૨૦૨૬ના રોજ સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ ‘Understanding modern cyber threats and its preventionનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રવર્તમાન સમયમાં સાયબર ગુનાઓના વધતા જતા પ્રમાણ અને તે અંગે વિદ્યાર્થીઓમાં તથા લોકોમાં જાગૃતિ આવે તે હતો. આ વ્યાખ્યાન કુલ બે સત્રમાં ગોઠવવામાં આવ્યું હતું .પ્રથમ સત્રમાં પ્રો.પ્રિયંકા રાવલે ‘Understanding modern Cyber threats’ વિષય પર વાત કરતા સાયબર ગુનાઓની વૈશ્વિક હલચલ PPTના માધ્યમથી દર્શાવી અને સાયબર ગુનાઓના પ્રકારોની ઉદાહરણ સહિત વિસ્તૃત સમજુતી આપી હતી. તેઓએ સાયબર સુરક્ષા માટે શું શું કરી શકાય અને તેના સાવચેતીના પગલાઓ વિશે વિદ્યાર્થીઓને પોતાના મોબાઈલમાં પ્રાયોગિક ધોરણે સમજ આપી હતી. તેઓએ સોશિયલ મિડીયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ અને તેમાં રહેલા વિવિધ સાયબર ગુનાઓના જોખમોથી માહિતગાર કર્યા હતા. પોતાના વ્યાખ્યાનના અંતે એક ટેસ્ટ દ્વારા વિધ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી.બીજા સત્રમાં પ્રા.શ્યામ કોટેચાએ ‘Understanding modern Cyber Prevention’ વિશે વિગતે વાત કરી હતી. તેઓએ પોતાના વ્યાખ્યાનમાં સાયબર સુરક્ષાના સંદર્ભે સુરક્ષિત પાસવર્ડ કેવી રીતે બનાવવો, અનેક પાસવર્ડ યાદ રાખવામાં થતી મુશ્કેલી અને એના નિવારણ અર્થે ચોક્કસ પ્રકારના પાસવર્ડ બનાવવા, વિવિધ એપ્લીકેશનમાં પાસવર્ડ save રાખવાથી થતી સમસ્યાઓ, નાણાકીય વ્યવહારમાં ઉપયોગી એપ્લીકેશન અને તેમાં રહેલા સાયબર એટેકના જોખમો વિશે સમજ આપી હતી. આ કાર્યક્રમમાં અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ હાજર રહી સાયબર ક્રાઈમના સંદર્ભમાં માહિતી પ્રાપ્ત કરી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ.પરેશ રાવલ સાહેબના માર્ગદર્શન તથા સાયબર સિક્યુરિટી સેલના કૉ.ઓર્ડીનેટર ડૉ.અશ્વિન બારડના સંકલનમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ.કેતન કાનપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજન અને સંકલનમાં સમગ્ર સ્ટાફે સહકાર આપ્યો હતો.