Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સાયબર ગુનાઓ અંગે જાગૃતિ

22/12/2025
DHARMENDRASINHJI ARTS COLLEGE RAJKOT

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના સાયબર સિક્યુરીટી સેલ અંતર્ગત તારીખ ૧૮/૧૨/૨૦૨૫ના રોજ "સાયબર ગુનાઓ અંગે જાગૃતિ" કાર્યક્રમનું આયોજન રૂમ નં ૧૮માં ૧૧ કલાકે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રવર્તમાન સમયમાં લોકો સાયબર ક્રાઈમનો જે રીતે ભોગ બની રહ્યાં છે તે અંગે જાગૃતતા કેળવાય તે હતો. કાર્યક્રમ અંતર્ગત આરંભમાં મુખ્ય વક્તાનો શાબ્દિક પરિચય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કોલેજના આચાર્યશ્રી પી.એન.રાવલ સાહેબે કાર્યક્રમની ભૂમિકા બાંધી આપી હતી. ત્યારબાદ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત પ્રો.ડૉ.જીજ્ઞેશ ઉપાધ્યાય સાહેબે પોતાના વક્તવ્યમાં લોકો કઈ રીતે સાઇબર ક્રાઇમનો ભોગ બને છે તેની માહિતી આપી હતી. સાયબર ક્રાઇમ કઈ રીતે થાય છે, તેના પ્રકારો, સાયબર ક્રાઇમના ગુનાઓથી બચવા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે જણાવ્યું હતું.