ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, રાજકોટ સાથે MOU
16/12/2025
Recourse Ground, Rajkot
તા. 16 ડિસેમ્બર 2025ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ – રાજકોટના સ્થાપના દિવસના અવસર પર રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આયોજિત “જલ કથા” કાર્યક્રમ દરમિયાન ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, રાજકોટ અને ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ – રાજકોટ વચ્ચે પરસ્પર સહકાર માટે મહત્વપૂર્ણ MOU (સમજૂતી કરાર) સંપન્ન થયા. આ અવસર પર ભારત સરકારના જલ મંત્રાલયના માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહી. તેમના કરકમલે થયેલ આ MOU દ્વારા જલ સંરક્ષણ, પર્યાવરણ જાગૃતિ, શૈક્ષણિક સહકાર, સંશોધન તથા સામાજિક દાયિત્વને લગતા વિવિધ ક્ષેત્રોમાં સંયુક્ત પ્રયાસોને નવી દિશા મળશે. કાર્યક્રમમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના આચાર્ય ડો. પરેશ રાવલ, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ, શ્રી દિલીપભાઈ સખીયા, અધ્યાપકશ્રી, ડો. શિરીષ ભારદ્વાજ, શ્રી રીતેશ પટેલ, ડો. મનીષ વ્યાસ, ડો. જગત તેરૈયા, ડો. ભાવેશ કાછડિયા, ડો. ધર્મેશ પરમાર, ડો. અશ્વિન બારડ, ડો. કેતન બુન્હા તેમજ શ્રી બ્રિજેન પાઉ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા. તમામ મહેમાનોએ જલ સંરક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓની સામાજિક ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું અને આ MOUને ભાવિ પેઢી માટે લાભદાયી પગલું ગણાવ્યું. આ પ્રસંગે કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ જલ સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા કાર્યકરોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થવા બદલ આયોજકો દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.




