સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ વકતૃત્વ સ્પર્ધા સર્જનાત્મક અભિવ્યક્તિધારા (સપ્તધારા)
21/11/2025
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ રૂમ નંબર ૧૭
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજમાં સર્જનાત્મક અભિવ્યક્તિધારા (સપ્તધારા) દ્વારા તારીખ:- ૨૧/૧૧/૨૦૨૫, શુક્રવારના રોજ વિકસિત ભારતના સંકલ્પ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ ઉજવણી નિમિતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વકતૃત્વ સ્પર્ધાના વિષયો સરદાર:બારડોલીના ઓજસ્વી સેનાપતિ, સરદાર:ગાંધીજીના અડીખમ સહાયક, વિઠ્ઠલભાઈ - મણિબેન અને સરદાર, આધુનિક ભારતના શિલ્પકાર - સરદાર, કાશ્મીર - હૈદરાબાદ અને સરદાર, જુનાગઢ - સોમનાથ અને સરદાર, રાષ્ટ્ર સેનાની,રાજકેદી અને રાજપુરુષ સરદાર, સમાજ સુધારક સરદાર પર સુંદર વિચારો અભિવ્યક્તિ કરેલ..આ કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલશ્રી ડૉ. પરેશ રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન સર્જનાત્મક અભિવ્યક્તિ ધારાના અધ્યક્ષ ડૉ. કિરણબેન ડોડીયા, ડૉ. કિરણ વાડોદરિયાએ કર્યું હતું. જેમાં ૦૮ વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અંતર્ગત નિર્ણાયક તરીકેની ભૂમિકા ડૉ. રણછોડ ગાગલ અને ડો. હંસા ગુજરિયા દ્વારા ભજવવામાં આવેલ. આ કૉલેજના તમામ અધ્યાપકો અને વહીવટી સ્ટાફના સહયોગ અને વિદ્યાર્થીઓની હાજરીથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ કાર્યક્રમમાં ૧૮ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ વકતૃત્વ સ્પર્ધા કાર્યક્રમ અંતર્ગત પ્રથમ ક્રમ ઝાલા અપેક્ષાબા પ્રદ્યુમનસિંહ અને ગોહિલ ક્રિષ્ના દડુભાઈ, દ્વિતીય ક્રમ ખાણદર હર્ષિદા કેશુભાઈ, તૃતીય ક્રમ હાલપોતરા આફતાબ ઇકબાલભાઇએ મેળવેલ હતો.




