અકૂપાર નાટ્ય નિદર્શન
04/09/2025
HEMU GADHVI HALL RAJKOT
ગીરની ખમીરવંતી ભૂમિ પર લખાયેલી ધ્રુવ ભટ્ટની સુપ્રસિદ્ધ નવલકથા ‘અકૂપાર’ પર આધારિત આર.જે. દેવકી દ્વારા પ્રસ્તૂત નાટક હેમુ ગઢવી હોલમાં નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ આ નાટકને નિહાળ્યું હતું. પ્રકૃતિ પણ પોતાનું બેલેન્સ પોતાની જાતે કરે છે અને આ શીખ આપને અકૂપારમાં જોવા મળે છે . ગીરની પૃષ્ઠભૂમિ પર રચાયેલા આ નાટકમાં પ્રકૃતિથી નજીક રહેલા લોકો પ્રકૃતિને જોતા નથી પરંતુ તેની સાથે તાદાત્મ્યતા અનુભવે છે. ત્યાં રહેલા પશુઓ ,મનુષ્યો ,પર્વતો જાણે એકબીજા સાથે વાતો કરતા હોય, એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થતા હોય તેમ વર્તે છે અને આ જ પ્રકૃતિનો પરંપરાગત નિયમ છે જો આ નિયમમાં ફેરફાર થાય તો પ્રકૃતિના સ્થિતિસ્થાપકતામાં ગડબડ પેદા થાય અને જેના દુષ્પરિણામો મનુષ્ય ભોગવા પડે છે. નાટકના અંતે નાટકના વિવિધ કલાકારો સાથે મળવાનું અને ફોટા પડાવવાની પણ તક મળતા વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ છવાયેલો જોવા મળ્યો. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને આયોજન નાટ્યધારાના કૉ.ઓર્ડીનેટર પ્રો.અશ્વિન વી બારડ અને અંગ્રેજી વિભાગના પ્રો.ઋષિરાજ વાઘેલા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.




