યુવક મહોત્સવ અંતર્ગત ભજવાયેલ નાટકનો અહેવાલ
14/10/2025
SAURASHTRA UNI.RAJKOT
સપ્તધારા અંતર્ગત નાટયધારાના કોર્ડીનેટર 53માં યુવક મહોત્સવ ‘સિંદુરોત્સવ’માં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા એક નાટ્યકૃતિ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ નાટ્યકૃતિનું નામ હતું ‘લાગણીની પેટી’ અથવા ‘ડિજિટલ ડાયાબિટીસ’. પ્રવર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો અતિરેક અને સમાજ જીવન ઉપરની એમની થતી આડ અસરો કેવી છે, તે આ નાટ્યકૃતિનો મુખ્ય ઉદ્દેશ હતો. આ નાટકમાં કુલ મુખ્ય ૮ વિદ્યાર્થીઓએ પાત્રની ભજવણી કરી હતી. સમગ્ર નાટકનું માર્ગદર્શન નાટ્યધારાના કોઓર્ડીનેટર પ્રો. અશ્વિન બારડ સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું.




