હસ્તપ્રત પરિશીલન, શાન- શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,, રાજકોટ ખાતે મુલાકાત ...
26/07/2025
Zaverchand Meghani Folk Lerature Centre, Sau. Uni., Rajkot
A study visit at - Zaverchand Meghani Folk Literature Centre, Rajkot સંસ્કૃત વિભાગ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,રાજકોટમાં અભ્યાસ કરતાં શોધછાત્રોને લેખન પરંપરા, લિપિ,હસ્તપ્રતો, હસ્તપ્રત જાળવણી વિષે પ્રત્યક્ષ સમજૂતી આપવા સંસ્કૃત ભવનની નજીકમાં આવેલી શ્રીઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર ખાતે મુલાકાતનું આયોજન સંસ્કૃત ભવનનાંઅધ્યક્ષ ડૉ. કાથડ સાહેબની પ્રેરણા અને અનુમતીથી ડૉ. હિતાર્થીબેન અગ્રાવત દ્વારા તા.26/7/2025 નાં રોજ કરવામાં આવેલું હતું. આ મુલાકાતનો હેતુ શોધછાત્રો પ્રત્યક્ષ હસ્તપ્રતોને જુએ, લેખનશૈલી તપાસે, હસ્તપ્રતોના સ્વરૂપને નજીકથી સમજે, તેમજ લેખનકલાના સમયગાળાની સૂક્ષ્મ રીતે માહિતી મેળવી શકે એ રહ્યો હતો. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ અને સંસ્કૃત વિષયનાં Ph.D.નાં માર્ગદર્શક પ્રોફેસર ડૉ. હિતાર્થીબેન જી અગ્રાવતએ દરેક શોધ છાત્રોને લિપિ , હસ્તપ્રતોનાં સ્વરૂપ , હસ્તપ્રતની સાચવણી- જાળવણી, લહિયા દ્વારા મૂકવામાં આવતી નોંધ, હસ્તપ્રતના સમયનિર્ધારણ - જેવા વિવિધ આનુષંગિક વિષયો ની ઊંડી સમજ આપેલી. સમગ્ર મુલાકાતથી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સર્વે હસ્તપ્રતોને તપાસી, પ્રત્યક્ષ સૌ પ્રથમ વાર નિહાળીને આનંદની લાગણી વ્યક્ત કરી ,આજની મુલાકાતથી ખરેખર શોધછાત્રો લાભાન્વિત થયા એ બદલ શ્રીઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રનાં સંચાલકશ્રી તથા ગુજરાતી ભાષાસાહિત્ય ભવન માટે માર્ગદર્શકશ્રી ડૉ. હિતાર્થીબેન અગ્રાવત દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલી .




