ગીતા જયંતી -2024 ,"શ્રીમદ ભગવદ ગીતા" રાષ્ટ્રીય કક્ષાની નિબંધ સ્પર્ધા
01/12/2024
સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ,રાજકોટ
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ,રાજકોટના સંસ્કૃત વિષયના વિદ્યાર્થી કાલરીયા આદિત્ય મેહુલભાઈ,બી.એ.(સંસ્કૃત) SEM–6 એ ગીતા જયંતી-2024 નિમિત્તે “સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ” દ્વારા આયોજિત કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકો માટે રાષ્ટ્રીય કક્ષાની “શ્રીમદ ભગવદ ગીતા નિબંધ સ્પર્ધા”(કુલ ૧ લાખ રૂપિયાનાં આકર્ષક ઇનામો સાથે) નું આયોજન કરેલ હતું. જેમાં કાલરીયા આદિત્ય મેહુલભાઈએ પ્રથમ ૨૦ સ્પર્ધકોમાં સ્થાન પ્રાપ્ત કરી આશ્વાસન ઈનામ મેળવી, સંસ્કૃત વિભાગ તથા ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ,રાજકોટનું ગૌરવ વધાર્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડૉ. પરેશ રાવલ સાહેબે અભિનંદન પાઠવેલ. સંસ્કૃત વિભાગના અધ્યક્ષ હિતાર્થી મેડમ તથા આસી. પ્રોફેસર ડૉ.જગત તેરૈયા સાહેબે ભાગ લેનાર વિદ્યાર્થીનું ઉત્સાહવર્ધન કરેલ. સંસ્કૃત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.હંસાબેન ગુજરીયાએ માર્ગદર્શન આપેલ હતુ.




