“શ્રીમતી જયાબેન શિવપ્રસાદ દવે વિજયપદ્મ” વકતૃત્વ સ્પર્ધા અને ગીતા શ્લોકગાન સ્પર્ધા
31/01/2025
L.D.Arts College,Ahamadavad
તારીખ 30 જાન્યુઆરી 2025 ના રોજ એલ.ડી.આર્ટસ કોલેજ, અમદાવાદ ખાતે “શ્રીમતી જયાબેન શિવપ્રસાદ દવે વિજયપદ્મ” વકતૃત્વ સ્પર્ધા અને ગીતા શ્લોકગાન સ્પર્ધા યોજાયેલ હતી ,જે સ્પર્ધામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ,રાજકોટના સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓ - 1.કાલરીયા આદિત્ય મેહુલભાઈ,બી.એ.(સંસ્કૃત) SEM–6 વકતૃત્વ સ્પર્ધા, 2.દવે દિવ્યમ પરેશભાઈ,બી.એ.(સંસ્કૃત) SEM– 4,ગીતા શ્લોકગાન, 3.ચૌહાણ વિરલ યોગેશભાઈ,બી.એ.(સંસ્કૃત) SEM– 2, ગીતા શ્લોકગાન સ્પર્ધા વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલ. ઉપરોક્ત સ્પર્ધામાં કાલરીયા આદિત્ય મેહુલભાઈએ "વકતૃત્વ સ્પર્ધામાં "માં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ હતો. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના આચાર્યશ્રી ડૉ. પરેશ રાવલ સાહેબે વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા બદલ તેમજ વિજેતા થવા બદલ અભિનંદન પાઠવેલ. સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. હિતાર્થી અગ્રાવત મેડમ તથા આસી. પ્રો.ડૉ.જગત તેરૈયા સાહેબે ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રેરિત કરેલ. સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સંસ્કૃત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.હંસાબેન ગુજરીયાએ માર્ગદર્શન આપેલ હતું .




