ઇતિહાસ વિભાગ ના વિદ્યાર્થીઓનેએ સંશોધન દરખાસ્ત તૈયાર કરી
10/10/2025
DEPARTMENT OF HISTORY, DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT
NEP-2020 અંતર્ગત સરકાર વિદ્યાર્થીઓને સ્કીલ અને રિસર્ચ બેઇઝ શિક્ષણ પૂરું પાડવાના ધ્યેય સાથે આગળ વધી રહી છે. આ ધ્યેય સાથે વિદ્યાર્થીઓ રિસર્ચ માટે તૈયાર થાય અને કુશળ ભાવી સંશોધકો તૈયાર કરવા માટે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના ઇતિહાસ વિભાગ ના અધ્યાપક ડૉ.ધર્મેશ આર.પરમાર દ્વારા સેમેસ્ટર પ ના Research Proposal in History ના પેપર અંતર્ગત સંશોધનમાં રસ ધરાવનાર 21 વિદ્યાર્થીઓને પસંદ કરી અને તેમના માટે જુદા જુદા સંશોધનના વિષયોની ફાળવણી કરી તેમને માર્ગદર્શન આપી સંશોધન દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.આ વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકનના સંદર્ભે આજરોજ તારીખ ૧૦/૧૦/૨૦૨૫ ના રોજ તેમને બનાવેલી સંશોધન દરખાસ્તના મૂલ્યાંકન માટેના વાયવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાહ્ય મૂલ્યાંકનકાર તરીકે કોલેજના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. નીરવ આર. ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આચાર્યશ્રી ડૉ.પરેશ રાવલ દ્વારા વિદ્યાર્થીઓને રિસર્ચ અને તેમના અગત્યના પાસાઓ વિશે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. અશ્વિન આર. પુંજાણી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી માટે ઉપયોગી એવું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.




