Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

"પોસ્ટર મેકિંગ" સ્પર્ધા

09/10/2025
Dharmendrasinhji Arts college Rajkot Room no.08 Gujarati Dept.

તા. ૦૯/૧૦/૨૦૨૫ આજ રોજ તારીખ 09/ 10/ 2025 ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના સાયબર સિક્યુરિટી સેલ (કવચ) અંતર્ગત એક "પોસ્ટર મેકિંગ" સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન સમયમાં સાયબર ગુનાઓના વધતા જતા પ્રમાણના સંદર્ભમાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય અને તે અંગે સાવધાની કેળવાય તે મુખ્ય ઉદ્દેશ હતો. કાર્યક્રમ અંતર્ગત સાયબર સિક્યુરિટી સેલના કોર્ડીનેટર પ્રો. અશ્વિન બારડ સાહેબ દ્વારા ઓક્ટોબર માસ એ “રાષ્ટ્રીય સાયબર સુરક્ષા માસ” તરીકે મનાવાય છે તે અંગે વિધાર્થીઓને માહિતગાર કરાયા હતા. હાલના સમયમાં જે પ્રકારે આવા ગુનાઓ થઈ રહ્યા છે તે વિશે માહિતી આપી હતી. પોસ્ટર મેકિંગની પ્રક્રિયા, કેવા- કેવા વિષયો ઉપર પોસ્ટર બનાવી શકાય, સાંકેતિક પોસ્ટર અને અન્ય લેખિત સ્વરૂપના પોસ્ટર વગેરે જેવા વિષયો ઉપર પ્રારંભમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મુજબ વિવિધ પ્રકારના પોસ્ટર્સ બનાવ્યા હતા. જેમાં આજના ટેકનોલોજીના યુગના વિવિધ ઉપકરણો અને સોશિયલ મીડિયાના માધ્યમોના સાંકેતિક ચિત્રો દ્વારા વિદ્યાર્થીઓએ સાયબર સિક્યુરિટી અવેરનેસનો સંદેશ સમાજને પહોંચાડ્યો હતો.આ સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓએ ક્રમાંક પ્રાપ્ત કર્યા હતા.