CAREER COUNSELING WORKSHOP
06/10/2025
Auditorium, Dh. College - Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ ખાતે તા. 06/10/2025 ના રોજ CAREER COUNSELING CELL અંતર્ગત UPSC/GPSC Class-1-2 તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના યોગ્ય માર્ગદર્શન મળે તેવા હેતુથી આચાર્ય શ્રી ડો. પરેશ રાવલના અધ્યક્ષ સ્થાને નક્ષત્ર એકેડેમીનાં સહયોગથી એક દિવસીય વર્કશોપ યોજાયો. નક્ષત્ર એકેડેમી માંથી આવેલ શ્રીકુલદીપભાઈ તેરૈયા અને મયૂરભાઈ દ્વારા દ્વારા "સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી" અને "આગામી સમયમાં આવનારી ભરતીઓ" વિશે ચોક્કસ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 100 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન કોલેજના કેરિયર કાઉન્સેલિંગ સેલ ના કો - ઓર્ડીનેટર અને સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક ડો. જે. આર. તેરૈયા દ્વારા કરવામાં આવ્યું.




