"સર્જનાત્મક લેખન કાર્યશાળા"
06/09/2025
Dharmendrasinhji Arts College Rajkot
શ્ધરી ર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ અને શ્એરી .એમ.પી. લો કૉલેજ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે સપ્તધારા અંતર્ગત સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અન્વયે તારીખ :-૦૬/૦૯/૨૦૨૫ અને ૦૭/૦૯/૨૦૨૫, શનિવાર - રવિવારના રોજ "સર્જનાત્મક લેખન કાર્યશાળા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલશ્રી ડૉ. પરેશ રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન સપ્તધારાના કૉ-ઓર્ડીનેટર ડૉ.કેતન કાનપરિયા તથા સર્જનાત્મક અભિવ્યક્તિધારાના અધ્યક્ષ ડૉ. કિરણબેન ડોડીયાએ કર્યું હતું. સર્જનાત્મક લેખન કાર્યશાળા અંતર્ગત ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક માવજી મહેશ્વરી દ્વારા વિદ્યાર્થીઓને સર્જનાત્મક લેખન વિશે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ વિકસાવવા માટે જાગૃત કર્યા. જેમાં ૬૯ વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. આ કૉલેજના તમામ અધ્યાપકો અને વહીવટી સ્ટાફના સહયોગ અને વિદ્યાર્થીઓની હાજરીથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.




