માનસિક સ્વાસ્થ્ય દિવસ (10 ઓક્ટોબર) કાર્યક્રમ અહેવાલ તારીખ 26-10-2023
26/10/2023
રૂમ નંબર-34
તારીખ 10 ઓક્ટોબરનાં રોજ માનસિક સ્વાસ્થ્ય દિવસ હોવાથી મનોવિજ્ઞાન વિભાગ દ્વારા તારીખ 26-10-2023 ને શનિવારના રોજ આ અંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેને અનુલક્ષીને મનોવિજ્ઞાનનાં વિદ્યાર્થીઓએ પોતાને મૂંઝવતી સમસ્યાઓને કાગળમાં લખીને ફાળવાની પ્રવૃત્તિ કરેલ. મનોવિજ્ઞાન વિષયનાં અધ્યક્ષ ડૉ.જાગૃતિ જે.વ્યાસ દ્વારા માનસિક સ્વાસ્થ્ય દિવસ શા માટે અને ક્યારથી ઉજવવામાં આવે છે તે અંગે વાત કરવામાં આવેલ. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ.