સેમિનાર - "શોધપત્ર લેખન"
31/07/2024
GOVERNMENT LAW COLLEGE - RAJKOT
આજ રોજ કૉલેજના આચાર્યશ્રી ડો. હેમલબેન વ્યાસની અનુમતિ સાથે સરકારી લો કોલેજ - રાજકોટ ખાતે ભારતીય શિક્ષણ મંડળનાં યુવા આયામ દ્વારા આયોજિત શોધપત્ર લેખન પ્રતિયોગિતા અંગે સેમિનાર યોજાયો. જેમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - રાજકોટ, સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક ડો. જે.આર. તેરૈયાએ વિદ્યાર્થીઓને શોધપત્ર લેખન તેમજ શોધપત્ર માટે વિષય ચયન અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સરકારી લો કોલેજના દરેક અધ્યાપકો હાજર રહ્યા હતા. લો કૉલેજના અઘ્યાપકો અને વિદ્યાર્થીઓની હાજરીમાં ડો. જે. આર. તેરૈયા દ્વારા શોધપત્ર લેખન પ્રતિયોગિતાના બ્રોશરનું અનાવરણ કરવામાં આવ્યું હતું. લગભગ 75 થી વધારે વિદ્યાર્થીઓએ તત્કાલ આ પ્રતિયોગિતા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શોધપત્ર લખવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો તેમજ તત્કાલ રજિસ્ટ્રેશન સંપૂર્ણ કર્યું હતું.