Disaster Management : First Aid and Demonstration with CPR"
28/07/2024
INDIAN RED CROSS SOCIETY,RAJKOT
આજ રોજ તારીખ 28 -7- 2024 રવિવાર સમય 9:30 થી 1:30 ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારના મેમ્બર્સ અને શાળા -કોલેજના પ્રિન્સિપાલ તથા શિક્ષકો માટે " Disaster Management : First Aid and Demonstration with CPR" વિષય ઉપર સેમિનાર યોજાયો હતો જેમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના સંસ્કૃત વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. હંસાબેન બાલાભાઈ ગુજરિયાએ સફળતાપૂર્વક ભાગ ગ્રહણ કરી અને પ્રત્યક્ષ અને સ્વાનુભવ તાલીમનો લાભ પ્રાપ્ત કરી તાત્કાલિક પરિસ્થિતિઓને અસરકારક રીતે સંભાળવા માટે મૂલ્યવાન જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કર્યું. આ તાલીમ ભવિષ્યમાં કોલેજના વિદ્યાર્થીઓ અને સમગ્ર માનવ સમાજ માટે ઉપયોગી થશે. આ તાલીમે માત્ર વ્યક્તિગત ક્ષમતા વધારવામાં જ મદદ કરી નથી પરંતુ સમુદાયની સલામતી અને સુખાકારીમાં યોગદાન આપવા મટે પણ પ્રતિભાગીઓને સક્ષમ બનાવેલ.