Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

નાટ્યધારા અહેવાલ (2023-2024)

22/03/2024
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

તા.22/03/2024ને શુક્રવારના રોજ સવારે 11:00 વાગ્યે કૉલેજનાં ઓડીટોરિયમમાં સપ્તધારા અંતર્ગત નાટ્યધારા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ‘સાઈડ ઈફેક્ટ ઓફ મોબાઈલ’ શીર્ષકનું માઈમ રજૂ કરેલું. ભટ્ટ રાહુલ એ., દાવડા કુલદીપ આર., રોહડિયા અનિરુદ્ધ પી., રાઠોડ લલિત ડી., ચૌહાણ સહદેવ ડી. તથા ચાવડા યજ્ઞેશ એસ.એ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો. આ વિદ્યાર્થીઓ દ્વારા અભિનીત માઈમ કુલ દસ દૃશ્યમાં વિભાજીત હતું. આ તકે કૉલેજના આચાર્યાશ્રી ડૉ.એચ.એમ.વ્યાસની ઉપસ્થિતિ પ્રેરક રહી. સર્વે અધ્યાપકશ્રીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.આર.આર.ડેકાણીએ કરેલ. આચાર્યાશ્રીના માર્ગદર્શન તથા સૂચન હેઠળ, નાટ્યધારા સમિતિના અધ્યક્ષ ડૉ.જે.આર.તેરૈયા, ડૉ.જે.એસ.ઉપાધ્યાય અને ડૉ.કે.યુ.બુન્હાના સહયોગથી અને સ્ટાફગણની સહાયથી ડૉ.એન.વી.જાનીએ કાર્યક્રમનું આયોજન તથા સંચાલન સુપેરે પાર પાડેલ.