Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Blood Donation Camp (NSS & NCC)

22/03/2024
DH College Rajkot.

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના NSS વિભાગ દ્વારા સમાજ ઉપયોગી અનેક પ્રવૃત્તિઓ વર્ષ દરમ્યાન થતી રહેતી હોય છે. આજ રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં NATIONAL SERVICE SCHEME (NSS) અને NATIONAL CADET CORPS (NCC) તેમજ RED CROSS BLOOD CENTRE-RAJKOT દ્વારા સંયુક્ત રીતે અત્રેની કોલેજમાં BLOOD DONATION CAMP (રક્તદાન શિબિર) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ડો. એચ.એમ. વ્યાસના માર્ગદર્શન તળે આગાઉથી સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં NSS, NCC નાં સ્વયંસેવકો, ની સાથે ડો. એસ.આર. ભારદ્વાઝ સર, પ્રા. જે.જે. વાલાણી તેમજ NSS સમિતિના સભ્યોએ સમગ્ર કાર્યક્રમાં પોતાનું યોગદાન આપ્યું હતું. સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેશન અન્વયે આરોગ્ય વિષયક જે પણ નીતિ નિયમો હોય તેને અનુસરવામાં આવ્યા હતા. કેમ્પમાં કુલ 20 બ્લડ દાતાઓએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું. જેમાં 02 વિદ્યાર્થીની બહેનો અને 18 વિદ્યાર્થી ભાઈઓ જોડાયા હતા. આ સિવાય બ્લડ ડોનેશન કેમ્પમાં જ્યાં પણ જરૂરી મદદની આવશ્યકતા લાગે ત્યાં NSS સમિતિના સભ્યોની સાથે કોલેજ સ્ટાફ (સમગ્ર ડી.એચ. કોલેજ ટીમ) ઉપસ્થિત રહેલ હતા.