Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ –રાષ્ટ્રિય યુવા દિનની ઉજવણી

12/01/2024
seminar hall, Dharmendrasinhji Arts College Rajkot

આજ રોજ તા.12/01/2024 શુક્રવારનાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ –રાષ્ટ્રિય યુવા દિન નિમિત્તે ગ્રંથાલય વિભાગ અને સપ્તધારા અંતર્ગત જ્ઞાનધારાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન સેમીનાર હોલમાં કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદજીનો જીવન પરિચય આપતો વિડિયો વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો. જેમા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકશ્રીઓ હાજર રહ્યા. સાથે જ વરિષ્ઠ અધ્યાપક ડૉ. જસ્મિના સારડાએ તેમજ આચાર્યશ્રી ડૉ. હેમલ વ્યાસએ વિષય અનુસંધાને વ્યાખ્યાન આપ્યું. કાર્યક્રમની પૂર્ણાહૂતિ સમયે આભાર દર્શન ગ્રંથપાલશ્રી હિનાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું. ગ્રંથપાલશ્રી હિના પરમાર તેમજ જ્ઞાનધારા ના સભ્યશ્રી ડો. મહેશ્વરી રવિયા ના પ્રયાસે કાર્યક્રમ સફળ રહ્યો.