Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા અક્ષત પૂજન કાર્યક્રમ

19/01/2024
AMP Law College Rajkot

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા અક્ષત પૂજન કાર્યક્રમ શ્રી રામ જન્મભૂમિ ખાતે તારીખ 22 મી જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો ઐતિહાસિક અવસર છે તેના અનુસંધાને એ.એમ.પી. લો કોલેજ - રાજકોટ ખાતે અયોધ્યા રામ જન્મભૂમિ સ્થાન ઉપરથી પવિત્ર અક્ષત કળશ પધારેલ જેનું કોલેજના તમામ વિદ્યાર્થીઓને સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે પૂજન અર્ચન રાખવામાં આવેલ. આ પ્રસંગે લૉ કોલેજ ના આચાર્ય ડો. મિનલબેન રાવલ દ્વારા અક્ષત કળશ પૂજન કરવામાં આવ્યું અને તમામ વિદ્યાર્થીઓ અને અઘ્યાપકો દ્વારા રામ સ્તુતિ, હનુમાન ચાલીસાના પાઠ કરી આ અક્ષત કળશને વધાવવામાં આવ્યો આમ જ્યારે સમગ્ર દેશ રામ ઉત્સવમાં ડૂબેલ છે ત્યારે કોલેજ દ્વારા પણ આ કાર્યક્રમ દ્વારા નાની આહૂતિ આપી રાષ્ટ્રિય ચેતનામાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.