Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Kanya Vidya Sahay yojana

11/01/2024
Seminar hall Dharmendrasinghji Arts college Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા:11/01/2024ને ગુરુવારના રોજ બપોરે 12:30 વાગ્યે સેમિનાર હોલ ખાતે ‘કન્યા વિદ્યા સહાય યોજના’નો કાર્યક્રમ આયોજિત થઈ ગયો. અત્રેની કૉલેજના અધ્યાપકશ્રીઓ દ્વારા કન્યા ઉત્કર્ષ માટે તથા કન્યા કેળવણીને વેગ આપવા સ્વૈચ્છિકપણે ચાલતી ‘કન્યા વિદ્યા સહાય યોજના’ (2023-2024) અંતર્ગત સેમ-1ની વિદ્યાર્થિની બહેનોને આ કાર્યક્રમ દરમિયાન ફી પરત કરવામાં આવેલ. કૉલેજના અધ્યાપકગણના હસ્તે વિદ્યાર્થિનીઓને ફી પરત કરાયેલ. આ તકે બહોળી સંખ્યામાં અધ્યાપકશ્રીઓ ઉપસ્થિત રહેલા. આચાર્યશ્રી ડૉ. હેમલ વ્યાસ સાહેબની સુચના તથા ડો જીગ્નેશ ઉપાધ્યાય ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન તથા સંચાલન કન્યા વિદ્યા સહાય યોજનાના અધ્યક્ષશ્રી ડૉ.બી.બી.કાછડિયાએ કરેલ. કાર્યક્રમનું સુચારું સંચાલન ડૉ.એન.વી.જાનીએ કરેલ.