Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

GPBS(ગ્લોબલ પાટીદાર સમિટની) ની મુલાકાત

08/01/2024
GPBS પરસાણા ચોક રાજકોટ

આજ રોજ તા:8/12/2023 ના રોજ રાજકોટ ખાતે GPBS (ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ) ની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું. GPBS એ વૈશ્વિક બિઝનેસ સમિટ છે જેમાં ભારતના અને વિશ્વના બિઝનેસમેન ભાગ લઈ પોતાના બિઝનેસને આગળ વધારે છે.આ સમિટ રાજકોટ ખાતે તા:07/12/2024 થી 10/12/2024 સુધી રાજકોટ ખાતે યોજાયેલ છે. જેમાં કુલ ચાર દિવસમાં દશ લાખથી પણ વધુ લોકો મુલાકાત કરવાના છે. આ પોતાનામાં એક વર્લ્ડ રેકોર્ડ છે. ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજ રાજકોટ ના બિઝનેસ માં રસ ધરાવતા વિદ્યાર્થીઓને લઈને પ્રાધ્યાપકોની એક ટીમ દ્વારા આ સમિટની મુલાકાત લેવામાં આવી. જેમાં 1100 થી વધુ સ્ટોલ અને B to B ની સુવિધા પણ ઉપલબ્ધ હતી. વળી જુદા જુદા સમયે વિવિધ પુસ્તક વિમોચન,સરકારી યોજનાઓ, વિવિધ મોટીવેશનલ સ્પિકર્સ,લોક સાહિત્યના કાર્યક્રમો વગેરેનું પણ આયોજન કરવામાં આવેલું છે. વિવિધ બિઝનેસ મોડલ અને વસ્તુઓ જોઈને વિદ્યાર્થીઓ પણ અભિભૂત થયેલા હતા. આ કાર્યક્રમ ખુબજ સફળ રહ્યો હતો.