Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Sanskrit Departments MOU

08/01/2024
Sandipani Vidyaniketan - Porbandar

તા. 03/07/2023 ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ - રાજકોટના સંસ્કૃત વિભાગ તેમજ શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય - પોરબંદર (શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન - પોરબંદર) વચ્ચે સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર, સાંસ્કૃતિક સંવર્ધન, તેમજ પોરબંદર અને રાજકોટ બંને જિલ્લાઓના શૈક્ષણિક ફાયદા માટે Students and Faculty Exchange જેવા મુદાઓ ઉપર MOU કરવામાં આવ્યું. જે અંતર્ગત બંને શૈક્ષણિક સંસ્થાઓમાં નવી શિક્ષણ નીતિ 2020 તેમજ ભારતીય જ્ઞાન પરંપરા IKS (Indian Knowledge System) ને ધ્યાને લઈ સાથે મળીને ત્રણ વર્ષ દરમ્યાન વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સંસ્કૃત સંભાષણ, ભગવદ્ગીતા અધ્યાપન, સ્તોત્ર સાહિત્ય અધ્યાપન વગેરે જેવા સર્ટિફિકેટ અભ્યાસ ક્રમોનું નિર્માણ કરીને ભણાવવામાં આવશે તેમજ બંને સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોને એક બીજી શૈક્ષણિક સંસ્થાથી પરિચિત કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોના જ્ઞાનનો લાભ પરસ્પર એક બીજાને મળે તેવા ઉમદા શૈક્ષણિક હેતુથી Students and Faculty Exchange જેવા સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર, સાંસ્કૃતિક સંવર્ધન માટેના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.