Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Sanskrit Department Educational Tour

04/01/2024
Regional Science Centre -Rajkot

આજે કોલેજના આચાર્યશ્રી ડો. હેમલબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ તા. 04/01/2024 ગુરૂવારનાં રોજ કોલેજના સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓનો ઇનોવેશન ક્લબના સહયોગથી રાજકોટનાં ઇશ્વરિયા ગામની ભાગોળે સ્થિત Regional Science Centre -Rajkot નો શૈક્ષણિક પ્રવાસ આયોજિત થયો. જે અંતર્ગત વિદ્યાર્થીઓને 1. Robotics 2. Nobel Prize 3. Machine Engineering 4. How Stuff Works 5. Life Science અને 6. Ceramic And Glass આમ વિવિઘ 06 પ્રકારની ગેલેરી દ્વારા અનેકવિધ વિષયોનાં શિક્ષણનું પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવ્યું. કાર્યક્રમનું સમ્પૂર્ણ વ્યવસ્થાપન કોલેજના ઈનોવેશન ક્લબના - ઓર્ડીનેટર અને સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. જગત તેરૈયા અને ડો. હંસા ગુજારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક પ્રવાસમાં સંસ્કૃત વિભાગના વિષયોનાં 20 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અધ્યાપકો માથી ડો. રવિ ડેકાણી, પ્રા. જયેશ વાલાણી, ડો. ભાવેશ કાછડીયા, ડો. તૃપ્તી ગજેરા, ડો. નેહલ જાની, ડો. જાગૃતિ વ્યાસ, ડો. રાજેશ્રી વાઝા, ડો. કલ્યાણી રાવલ, ડો. કિરણ વાડોદરિયા, ડો. ધર્મેશ પરમાર, ડો. નિરવ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. સૌનો ઉત્સાહ વર્ધન અને સુચારુ વ્યવસ્થાપન હેતુ કોલેજના સિનિયર પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. જીગ્નેશ ઉપાઘ્યાય પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આમ ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરી સવારના 11 થી બપોરના 04 વાગ્યા સુધી શૈક્ષણિક પ્રવાસનો સૌએ આનંદ માણ્યો હતો.