Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

VISIT OF START-UP CONCLAVE – 2023 Visit By Innovation Club

12/12/2023
Gandhinagar

ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીના આદેશ મુજબ તારીખ 10/12/2023 ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - ઇનોવેશન ક્લબના 52 વિદ્યાર્થીઓનો એક શૈક્ષણિક પ્રવાસ આયોજિત થયો. જે અંતર્ગત વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે ચાલી રહેલા “START-UP CONCLAVE – 2023” ની મુલાકાત કરાવવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ અંગેના વિવિધ 11 ડોમ માં ઇનોવેશન ક્ષેત્રમાં ચાલી રહેલ દુનિયાભરની અનેકવિધ START-UP નું જ્ઞાન મેળવ્યું હતું. વહેલી સવારે 6 વાગ્યે કોલેજ ખાતેથી ST બસની યાત્રા શરૂ થઈ ત્યારે સૌને વિદાય આપવા તેમજ ઉત્સાહ વર્ધન કરવા ઇતિહાસ વિભાગના અધ્યાપિક ડો. ધર્મેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રવાસ કોલેજના ઇનોવેશન ક્લબના કો-ઓર્ડિનેટર ડો. જે.આર.તેરૈયાની અધ્યક્ષતામાં યોજાયો જેમાં કોલેજના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. ફારુક ખાન, હિન્દી વિભાગના અધ્યાપક ડો. રવિ ડેકાણી, ઇતિહાસ વિભાગના અધ્યાપિકા ડો. કિરણ વડોદરિયા, અંગ્રેજી વિભાગના અધ્યાપિકા ડો. કલ્યાણી રાવલ તેમજ રાજ્યશાસ્ત્રના અધ્યાપક ડો. પલ્કેશ ચૌધરી હાજર રહ્યા હતા. કોલેજના આચાર્યશ્રી ડો. હેમલ વ્યાસનું સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન સૌનો ઉત્સાહ વધારતું રહ્યું આમ ખૂબ જ આનંદ પૂર્વક “START-UP CONCLAVE – 2023” ની મુલાકાત સફળ રહી.