Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

"Maadi" Garbo World Record

28/10/2023
Race Cource Ground, Rajkot, Gujarat

આજરોજ તારીખ 28/10/2023 શનિવાર, શરદ પૂર્ણિમાના રોજ ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રચિત "માડી" ગરબા ઉપર રાસ રમવાનો વર્લ્ડ રેકોર્ડ રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે યોજાયો, જેમાં ગુજરાતના પ્રસિદ્ધ ગરબા ગાયક પાર્થિવ ગોહિલના અવાજ સાથે ૧ લાખ ૨૧ હજારથી વધુ લોકો રાસ રમ્યા અને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. આ ઐતિહાસિક પ્રસંગે ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજ રાજકોટના 200 થી વધુ વિદ્યાર્થીઓ, અધ્યાપકોએ સપરિવાર ગરબા રમી, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી અને સહભાગી થયા, આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી સી.આર.પાટીલ સાહેબ, ધર્મેન્દ્ર કોલેજનાં Alumni તેમજ ગુજરાત રાજ્યના ભૂ.પૂ. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને વજુભાઈ વાળા તેમજ અન્ય મહાનુભાવો સવિશેષ ઉપસ્થિતિ માં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત થયો હતો.