Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Expert Lecture by UDISHA 29/09/2023

29/09/2023
Seminar Hall Dharmendrasinhji Ars College Rajkot

ઉદિશા શ્રેણી અંતર્ગત તારીખ:-30-09-2023 શનિવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ ખાતે ઠાકોરશ્રી મુળવાજી આર્ટ્સ કોલેજ કોટડાસાંગાણીના અંગ્રેજી વિષયના અસિસ્ટન્ટ પ્રોફેસર. ડૉ. ઋષિરાજ પી વાઘેલાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઉદિશાના પ્રકલ્પ અંતર્ગત ડૉ.ઋષિરાજ વાઘેલાએ સી.વી. રાઇટીંગ અને બેઝિક ઇંગ્લિશ પર પોતાનું વ્યાખ્યાન આપેલ હતું. સમગ્ર કાર્યક્રમ કોલેજના સેમિનાર હોલમાં તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને ઉદિશાના કોડીનેટર ડો. ભાવેશભાઈ કાછડીયા સાહેબના માર્ગદર્શન અને સંચાલન હેઠળ તેમજ સમગ્ર ઉદિશા કમિટીના સભ્યો ડૉ.જશ્મિનાબેન સારડા, ડૉ.હર્ષિદા જગોદડિયા, ડૉ.કલ્યાણી રાવલ, શ્રીમતી હિનાપરમાર, દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના સેમેસ્ટર ત્રણ અને પાંચના સોથી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધેલ હતો. કાર્યક્રમનું સંચાલન અને શરૂઆત ડો. ભાવેશ કાછડીયા દ્વારા કરવામાં આવેલ હતી અને કાર્યક્રમની આભારવિધિ ડૉ. કલ્યાણી રાવલ દ્વારા કરવામાં આવેલ હતી. અંતમાં ઉદીશા અંતર્ગત કરવામાં આવેલ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતો.