Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

15 ઓગસ્ટ (2023-2024)

15/08/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.15/08/2023ને મંગળવારના રોજ સવારે 09:00 વાગ્યે ભારતની આઝાદીના 77મા વર્ષના સ્વતંત્રતાદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રિન્સિપાલશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવેલ. ધ્વજવંદન બાદ ડૉ.એ.એસ.રાઠોડસાહેબે ઉપસ્થિત સહુને પ્રાસંગિક ઉદ્બોધન કરેલ. આઝાદી પછીના વર્ષોનો ચિતાર આપીને સૌને અભિનંદન આપેલ. ત્યારબાદ સેમ-3ના વિદ્યાર્થી ગઢવી આર્યન વનરાજભાઈએ ‘તેરી મીટ્ટી મેં મિલ જાંવા...’ રજૂ કરેલ. બાદમાં સેમ-1ના વિદ્યાર્થિની ઝાલા અપેક્ષાબા પ્રદ્યુમનસિંહએ ‘મૈ ભારત હૂં’ પર સ્પીચ આપેલ તથા સેમ-3ના વિદ્યાર્થિની પાઈક શિવલી શિવરામે ‘એ વતન, વતન...’ ગીત રજૂ કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર કૉલેજ પરિવાર દ્વારા ખૂબ જ ઉત્સાહથી ધ્વજવંદન કરી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના ડૉ.એન.વી.જાની દ્વારા સુચારુ રીતે સંપન્ન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્ણ આયોજન આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબના માર્ગદર્શન તથા અધ્યાપકશ્રીઓના સહકારથી N.C.C. વિભાગના અધ્યક્ષ ડૉ.એસ.આર.ભારદ્વાજ અને રમતગમત વિભાગના અધ્યક્ષ ડૉ.એસ.એન.દવે દ્વારા કરવામાં આવેલું.